________________
ગુરુ અર્જુનદેવ તાઓ વગેરેમાં ભિન્ન છે, એ જાતનું ભાન આપવાનું પણ તેમણે શરૂ કર્યું.
તેમનો અંતકાળ આવ્યું ત્યારે તેમણે ગુરુપદ પોતાના પટ્ટશિષ્ય અમરદાસને સંપ્યું અને પોતે ૧૫૫રમાં વિદેહ થયા.
ગુરુ અમરદાસ (ઈ. સ. ૧૪૭૯–૧૫૭૪) જયારે ગાદીપતિ થયા ત્યારે ૭૩ વર્ષના હતા. પણ ગુરુ અંગદના જુવાન પુત્રોને પણ શરમાવે એવા સેવાપરાયણ ને તત્પર તે હતા ને તેણે કરીને જ તે લાયક ઠર્યા હતા.
ગુરુ અંગદે એમને એક વાર ઠપકો આપેલ એ પ્રસંગ મહત્વને હેવાથી અહીં જેવો જોઈશે. ટપ્પા કરીને કોઈ સાધુએ ગુરુને ઈજા કરી હશે, તેથી કેટલાક લોકે આ સાધુને શિક્ષા કરી. અમરદાસે આ બીનાની પસંદગી બતાવી. તે પરથી ગુરુ અંગદે એને સખત શબ્દોમાં ઠપકો આપ્યો : “મારી સાથે રહી તું કાંઈ પામ્યો નથી. મારા સંગનું ફળ તે શાંતિ, સબૂરી ને ક્ષમા હોય. અઘરી વસ્તુઓ તું સહી નથી શકતે. કેળાંને રાજી કરવા જ તે જે કર્યું છે તે કર્યું.”
ઠપકાને પરિણામે અમરદાસ નમ્ર બનીને માફી માગવા લાગ્યા ને હવે પછી ગુરુ કહે તેમ વર્તવા તેમણે તત્પરતા બતાવી. તે પરથી ગુરુએ જે ઉપદેશ આપે, તે, સત્યાગ્રહમાં અહિંસા હેવી જ જોઈએ, એને મળતા આપણને લાગશે : “ધરિત્રી જેવી ધીરજ અને સુખદુઃખમાં પણ પર્વત જેવી અગન તારામાં હોવી જોઈએ. હૃદયમાં તારે ક્ષમાવૃત્તિ ધરવી જોઈએ. અને સામે ગમે તેવું કરે તેય તારે તેનું ભલું જ કરવું જોઈએ. કનક અને કથીર તારે મન સરખાં હોય ને નમ્રતા તારો ધર્મ હોય, કેમ કે હંમેશ નમ્ર જ ઉન્નતિને પામે છે. ૧”
સબૂરી કે ક્ષમાના આ ઉપદેશને કારણે શીખનાં બલિદાન શુદ્ધ બન્યાં ને તેને પ્રતાપ આખી પ્રજા ઉપર પડ્યો. શીખ પ્રજાના ઘડતરમાં
2. mielędı The Sikh Religion, Vol. 2, 38—9.