________________
રહેલા નારકો મનુષ્યાયુષ્યને બાંધી શકતા નથી. તેથી તે જીવોને મનુષ્યાયુષ્યની સત્તા હોતી નથી અને બાકીના જે જીવે મનુષ્યાયુષ્ય બાંધ્યું હોય, તે જીવને મનુષ્પાયુષ્યની સત્તા હોય છે. એટલે ચારે આયુષ્ય અધુવસત્તાક છે.
કેટલાક અપ્રમત્તસંયમી જ આહારકસપ્તકને બાંધે છે અને આહારકસપ્તકને બાંધ્યા પછી જો તે અવિરતિમાં ચાલ્યા જાય. તો ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે આહારકસપ્તકને સંપૂર્ણ ઉકેલી નાંખે છે. એટલે આહારકસપ્તકની સત્તા કેટલાકને હોય છે અને કેટલાકને નથી હોતી. તેથી તે અધુવસત્તાક છે.
અને દિએકેન્દ્રિયજીવો ઉચ્ચગોત્રને બાંધતા નથી. તેથી તે જીવોને કયારેય ઉચ્ચગોત્રની સત્તા હોતી નથી. અને સાદિએકેન્દ્રિય જીવો ઉચ્ચગોત્રને બાંધીને જો વાયુકાય કે તેઉકાયમાં ઉત્પન્ન થાય, તો ત્યાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા કાળે ઉઍગોત્રને સંપૂર્ણ ઉવેલી નાંખે છે. એટલે તે જીવોને ઉચ્ચગોત્રની સત્તા હોતી નથી. એટલે ઉચ્ચગોત્રની સત્તા કેટલાક જીવોને હોય છે અને કેટલાકને નથી હોતી. તેથી તે અધુવસત્તાક છે. ધ્રુવસત્તાક - અધ્રુવસત્તાકમાં ભાંગા
ધ્રુવસત્તાક ૧૩૦ પ્રકૃતિમાંથી અનંતાનુબંધી ૪ પ્રકૃતિની સત્તા અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને અનંતાનુબંધીના વિસંયોજકજીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. તથા બાકીની ૧૨૬ પ્રકૃતિની સત્તા અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાત છે.
અધુવસત્તાક – ૨૮ પ્રકૃતિ સાદિ-સાત જ હોય છે.
(૭) તેઉકાય અને વાઉકાય સૌ પ્રથમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે
ઉચ્ચગોત્રને સંપૂર્ણ ઉવેલી નાંખે છે અને પછી પલ્યોપમના બીજા અસંખ્યાતમાં ભાગ જેટલા કાળે મનુષ્યદ્ધિકને સંપૂર્ણ ઉવેલી નાંખે છે. એટલે સૌ પ્રથમ
ઉચ્ચગોત્રની સત્તાનો નાશ થાય છે. પછી મનુષ્યદ્વિકની સત્તાનો નાશ થાય છે. (८) पढमकसाय चउहा तिहा धुवं साइ-अधुवं संत ।
પિચસંગ્રહદ્ધાર-પ-ગાથાનં૦ ૧૩૩]