________________
શંકા :- ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ જ્યારે અનંતાનુબંધીની વિસંયોજના કરે છે ત્યારે અનંતાનુબંધીની સત્તાનો નાશ થાય છે અને તે જીવ જ્યારે મિથ્યાત્વે આવે છે. ત્યારે ફરીથી અનંતાનુબંધીની સત્તા પ્રાપ્ત થાય છે. તેથી અનંતાનુબંધી અધ્રુવસત્તાક હોવા છતાં ધ્રુવસત્તાક કેમ કહી છે?
સમાધાન :- જેને સમ્યક્ત્વાદિવિશિષ્ટગુણો પ્રાપ્ત નથી કર્યાં એવા એક પણ જીવને અનંતાનુબંધીની વિસંયોજના થતી નથી. એટલે સમ્યક્ ત્વાદિગુણો પ્રાપ્ત ન કર્યાં હોય એવા દરેક જીવને દરેક સમયે અનંતાનુબંધીની સત્તા અવશ્ય હોય છે. તેથી તે ધ્રુવસત્તાક જ છે. તો પણ જો સમ્યક્ત્વાદિગુણ પ્રાપ્ત થવાથી અનંતાનુબંધીની સત્તાનો નાશ થાય છે. તેથી તે અશ્રુવસત્તાક છે એમ માનવામાં આવે, તો માત્ર અનંતાનુબંધી જ નહીં પણ દરેક પ્રકૃતિ અશ્રુવસત્તાક બની જશે કારણકે સમ્યક્ત્વાદિવિશિષ્ટગુણો પ્રાપ્ત થવાથી પોતપોતાના સત્તાવિચ્છેદસ્થાને દરેક પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે. તેથી દરેક પ્રકૃતિ અશ્રુવસત્તાક બની જવાથી ધ્રુવસત્તાક ભેદ જ નહીં રહે. એટલે અનંતાનુબંધીને અધ્રુવસત્તાક કહી શકાશે નહીં.
મોહનીય-૨ [સમોŌ, મિશ્રમો]+આયુ૦૪+ નામ-૨૧ [મનુષ્યદ્વિક, દેવદ્વિક, નરકદ્વિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, જિનનામ]+ ઉચ્ચગોત્ર=૨૮ પ્રકૃતિની સત્તા સમ્યક્ત્વાદિવિશિષ્ટગુણરહિતજીવોમાંથી કેટલાકને હોય છે અને કેટલાકને નથી હોતી. તેથી તે અશ્રુવસત્તાક છે.
સમ્યક્ત્વમોહનીયની સત્તા અને મિશ્રમોહનીયની સત્તા અભવ્યોને ન હોય. ભવ્યજીવોમાંથી પણ કેટલાકને જ હોય છે ઘણાને નથી હોતી. તેથી તે બન્ને અધ્રુવસત્તાક છે.
તેઉકાય-વાઉકાય જીવ મનુષ્યદ્ધિકને બાંધતો નથી અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે મનુષ્યદ્ધિકની સત્તાને સંપૂર્ણ ઉવેલી નાંખે છે. એટલે મનુષ્યદ્વિકની સત્તાનો નાશ થાય છે. તેથી તે જીવોને મનુષ્યદ્ધિક સત્તામાં હોતું નથી અને બાકીના જીવોને મનુષ્યદ્ધિક સત્તામાં હોય છે. તેથી મનુષ્યદ્ધિક અધ્રુવસત્તાક છે.
દેવદ્ધિક+નરકદ્ધિક + વૈક્રિયસપ્તક =૧૧ પ્રકૃતિની સત્તા અનાદિ
૨૯