________________
શારદા સરિત પાંચ ચોર ને છઠ્ઠી વણિક કેવળજ્ઞાન પામ્યા ને આખી ચેરપલ્લીને સુધારી દીધી. આવતી કાલે અષાડ સુદ પુનમને પવિત્ર દિવસ છે. ચાતુર્માસની મંગલ શરૂઆત થશે. સૌ કે ઈ. ધર્મારાધના કરવા સજાગ બનજો. વધુ અવસરે.
વ્યાખ્યાન નં. ૫
ગુણાનુરાગ” અષાડ સુદ ૧૫ ને શનિવાર
તા. ૧૪-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
શાસનસમ્રાટ વીર પ્રભુએ આ જગતના જીવ ઉપર મહાન કરુણા કરી ઉપદેશ આપ્યો. જગતના જીવોનું શ્રેય કેમ થાય એવી એમની વિશાળ ભાવના હતી. હવે આપણે કલ્યાણ કરવું કે ન કરવું તે આપણા હાથની વાત છે. આત્માની આરાધના આજે પવિત્ર દિવસ છે. સાત વારમાં તમને રવિવાર વધુ પ્રિય છે. રવિવારે ઉપાશ્રયમાં ખૂબ મેદની ભરાય છે, કારણ કે તે દિવસે રજા હોય એટલે અનુકુળતા રહે. આજે રવિવાર નથી, શનીવાર છે. છતાં કેટલી મેદની છે ! અષાડ સુદ પૂર્ણિમાના દિવસને કેટલે મહિમા છે. દરેકના મુખ ઉપર આનંદની ઉર્મિઓ કેટલી ઉછળી રહી છે! ઉપાશ્રયે નહિ આવનાર આજે ઉપાશ્રયે આવશે. ઉપવાસ ને પૈષધ નહિ કરનાર ઉપવાસ ને પિષધ કરશે આજે પંચ મહાવ્રતધારી સંતના જ્યાં જ્યાં ચાતુર્માસ હશે ત્યાં ત્યાં તેઓ સ્થિર થઈ જશે. આજે ચાતુર્માસની શરૂઆતને પ્રથમ દિવસ છે. આજે અષાડ સુદ પૂર્ણિમાને પવિત્ર દિવસ છે. પૂર્ણિમાને ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે છે, અંધકારને નાશ કરે છે, તેમ આપણુ આત્માને જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ દ્વારા સેળે કળાએ ખીલવવાને છે. પૂનમને દિવસે દરિયામાં ખુબ ભરતી આવે છે. આપણું જીવનમાં પણ આજના પવિત્ર દિવસથી સત્ય-નીતિ–સદાચાર–ક્ષમા-દયા આદિ સદ્દગુણોની ભરતી અને અસત્ય-અનીતિ-દુરાચાર-ધ-લોભ આદિ દુર્ગુણોની ઓટ લાવી જીવનને પવિત્ર ને ઉજજવળ બનાવવા માટે આજનો દિવસ સંદેશ લઈને આવે છે. . છેએક વર્ષમાં છ ઋતુ આવે છે. હેમંત-શિશિર-વસંત-રીક્ષ-વષ ને શરદ. તેમ
માસી પૂર્ણિમાં ત્રણ વંખત આવે છે. કારતક માસી પાંખી ફાગણ માસી પાખી ને અષાડ માસી પાખી. આ ત્રણ મોટા પામી છે. આ ત્રણ પવિત્ર દિવસે મોહ-નિદ્રામાં