________________
છે. આ (૫૦-૫૫) ગાથામાં વર્ણવાયેલ પૌદ્ગલિક ભાવોના આ સર્વ પ્રકારોનું પ્રત્યેકનું “આત્મખ્યાતિ'માં અત્યંત પરિફુટ વિવરણ કરી દેખાડતાં, પરમ આત્મભાવનાથી પરમભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પૌદ્ગલિક ભાવોનું અનુભૂતિથી ભિન્નપણું પરિભાવન કરાવ્યું છે અને જે વર્ણાદિ - રાગાદિ ઈ. તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય - પરિણામમયપણાએ કરીને તેઓનું અનુભૂતિથી ભિન્નપણું છે માટે', એમ સકર્મોના કર્ણમાં સદા ગૂંજી રહે એવા કર્ણામૃત સમા અમૃત શબ્દોમાં ભેદજ્ઞાનની ધૂન લેવાડાવી ભેદજ્ઞાન ગોખાવ્યું છે. આ “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં અત્યંત વિસ્તારથી વિવરી દેખાડ્યું તેના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૩૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “વર્ણાદિ વા રાગ-મોહાદિ વા સર્વે જ ભાવો પુરુષથી ભિન્ન ભાવો છે, તેથી જ અંતરમાં તત્ત્વથી પેખતા તેને આ દેષ્ટ થાય નહિં, પણ પરમ એક જ (આત્મ તત્ત્વ) દેષ્ટ થાય.'
વાસ. આ વર્ણાદિ જો જીવના છે નહિ. તો તંત્રાન્તરમાં છે' એમ કેમ પ્રજ્ઞાપવામાં આવે છે ? આનું સમાધાન (૫૬)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “વ્યવહારથી આ વર્ણાદિ - ગુણસ્થાન પયત ભાવો જીવના હોય છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે કોઈ (જીવના) નથી.” આ ગાથાનો પરમાર્થ મર્મ - “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે “અહીં વ્યવહારનય ફુટપણે પર્યાયાશ્રિતપણાને લીધે – પુદ્ગલસંયોગ વશ કરીને અનાદિ પ્રસિદ્ધ બંધપર્યાયવાળા જીવના - કુસુંભરક્ત (કસુંબલ) સૂતરાઉ વસ્ત્રની જેમ - ઔપાધિક ભાવને અવલંબીને ઉસ્લવતો સતો, પરનો પરભાવ વિહિત કરે છે, પણ નિશ્ચયનય દ્રવ્યાશ્રિતપણાને લીધે, કેવલ જીવના સ્વાભાવિક ભાવને અવલંબી ઉમ્બવતો સતો, પરનો પરભાવ સર્વ જ પ્રતિષેધે છે, તેથી કરીને વ્યવહારથી વર્ણાદિ - ગુણસ્થાનપર્યત ભાવો જીવના છે - નિશ્ચયથી છે નહિ, એમ યુક્ત પ્રજ્ઞપ્તિ છે.”
અને જીવના વર્ણાદિ નિશ્ચય કયા કારણથી છે નહિ? તેનો અહીં (૫૭)મી ગાથામાં આચાર્યજીએ ખુલાસો કર્યો છે - “એ વર્ણાદિ સાથેનો જીવનો સંબંધ ક્ષીર-નીર જેમ જાણવો, પણ તેના (જીવના) તેઓ (વણદિ) તે જીવના હોતા નથી, કારણકે જીવ ઉપયોગગુણથી અધિક છે.” અત્રે આપેલ આ ક્ષીર-નીરના દાંતને પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં બિંબ–પ્રતિબિંબ ભાવથી દષ્ટાંત - દાર્શતિકપણે સાંગોપાંગ વિવરી દેખાડી, અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પરિફુટ કરી પરિપુષ્ટ કર્યો છે.
તો પછી વ્યવહાર કેવી રીતે અવિરોધક છે ? તેનો ખુલાસો (૫૭-૫૮-૫૯) ગાથામાં કરતાં આચાર્યજી પ્રકાશે છે - “પંથમાં (માર્ગમાં) કોઈને લૂંટાતો દેખીને વ્યવહારી લોકો કહે છે - “આ પંથ લૂટાય છે' પણ પંથ કોઈ લૂંટાતો નથી, તેમ જીવમાં કર્મોનો અને નોકર્મોનો વર્ણ દેખીને “જીવનો આ વર્ણ' જિનોથી વ્યવહારથી કહેવામાં આવ્યો છે. ગંધ-રસ-સ્પર્શ-રૂપ, દેહ, સંસ્થાનાદિક જે છે, તે સર્વ વ્યવહારના અભિપ્રાયે નિશ્ચય દૃષ્ટાઓ વ્યપદેશે છે.' - આ ગાથાનો પરમાર્થ આશય અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિ'માં પરિસ્કટ પ્રકાશ્યો છે અને તેમાં છેવટે ** વ્યવહારથી અહંદૂદેવોનું પ્રજ્ઞાપન છતાં - નિશ્ચયથી નિત્યમેવ અમૂર્ત સ્વભાવી ઉપયોગગુણથી અધિક એવા જીવના (7) સર્વે ય છે નહિ, - તાદાભ્ય લક્ષણ સંબંધના અભાવને લીધે.' ઈ.
જીવનો વર્ણાદિ સાથે તાદાભ્ય લક્ષણ સંબંધ ક્યા કારણથી નથી ? તેનું સમાધાન આચાર્યજી (૬૧)મી ગાથામાં પ્રકાશે છે - “તત્ર ભવમાં (સંસારમાં) સંસારસ્થ જીવોના વર્ણાદિ હોય છે, પણ સંસાસ્મમુક્ત જીવોના વર્ણાદિ કોઈ નિશ્ચય કરીને નથી.' આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિફુટ પ્રકાશ્યો છે – અને જીવના વર્ણાદિ સાથે તાદાત્મના દુરભિનિવેશમાં આ દોષ છે, એ (૬૨)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે – “અને આ સર્વેય ભાવો જીવ જ એમ જો તું માને છે, તો હારા મતે જીવનો અને અજીવનો કોઈ વિશેષ નથી અને સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય છે એવા અભિનિવેશમાં પણ આ જ દોષ છે - એ (૬૩-૬૪) ગાથામાં પ્રકાશે છે - જે હારા મતે સંસારસ્થ જીવોના વર્ણાદિ હોય છે, તો સંસારસ્થ જીવો રૂપપણું પામી ગયા ! એમ છે
૭૩