________________
સહકાર.
સુખના અભિલાષીઓ, આ બેમાંથી કેને સ્વીકાર કરે, એ કહેવાની હવે જરૂર નથી રહી. સામાજિક કે ધાર્મિક, વ્યવહારીક કે કટુમ્બિક કે ઈપણ જાતનું સુખ મેળવવા ચાહતા હોઈએ-આપણું વ્યવહારમાંથી અમૃતને આસ્વાદ લેવા ચાહતા હાઈએ-કેરીની મીઠાશ ચાખવા ચાહતા હોઈએ તો આપણે સહકારવૃક્ષ વાવવું જોઈએ. પરંતુ આપણે કરી રહ્યા છીએ તેથી ઉલટું. ચાહીએ છીએ અમૃતને આસ્વાદ લેવાને-કેરી ખાવાને, પરંતુ વાવીએ છીએ અસહકાર વૃક્ષ. આ વૃક્ષ દુઃખ આપનારૂ. આ વૃક્ષ બાવળનું વૃક્ષ. આપણી આમ ઉલટી પ્રવૃત્તિ થઈ રહી છે, એ કોઈ પણ વિચારક જોયા સિવાય નહિ રહી શકે.
સામાજિક દષ્ટિએ વિચાર કરીએ જૈન સમાજમાં અસહકારનાં બીજ ઠેકાણે ઠેકાણે વવાયાં છે. અને તેનુંજ એ પરિણામ છે કે આપણે સહકારફળ–કેરીની મીઠાશ મેળવી શક્તા નથી–ચાખી શકતા નથી. સમાજના પ્રત્યેક અંગેનું અવકન કરે. છે કયાંય સહકારની છાયા !
એ ભાઈએ
બીજાની સાથે
બે ભાઈઓ એક બીજાના સહકારથી–સહાનુભૂતિથી કામ ન કરે, બે કુટુંબ એક બીજાની સાથે સહકાર ન રાખે, બે ગચ્છવાળા એક બીજામાં અસહકારની આડ ઉભી કરે, થાવત્ મહાવીરને માનવાવાળા જુદા જુદા ફિરકાઓ વેતાંબર, દિગંમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી વિગેરે એક બીજાની સાથે સહકાર ન કરે, આ બધી કમનસીબી નહિ તે બીજું
ઉભી કરે
૧૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat