________________
શુ' જૈન સૂત્રામાં માંસાહારનુ વિધાન છે?
કંટક સિવાયનું મત્સ્ય કે માંસ માંગવું. તેમ છતાં જો તે જબરદસ્તીથી પાત્રમાં નાખે તેા આરામમાં કે ઉપાશ્રયમાં ગમે ત્યાં એકાન્તમાં જઇને માંસ અને મત્સ્યના ઉપભાગ કરીને કાંટા તથા હાડકાં કે!ઇ ખાળેલી જમીન ઉપર, હાડકાંના રાશી ઉપર, કાટ ખાઈ ગયેલા જૂના લે!ઢાના ઢગલા ઉપર અથવા એવી નિર્દોષ જમીન ઉપર-જગા સાફ કરીનેસચમ પૂર્વક મૂકવા.
માટે ભાગે આજ પાઠના આધારે કેટલાક લેાકે માંસાહારના વિધાન સંબંધી આરે!પ મૂકે છે. પરન્તુ કાઇ પણ વિષયને નિર્ણય કરવામાં એકલી શ્રુતિ-શાસ્ત્રના જ આશ્રય લેવા વ્યાજખી નથી. શ્રુતિની સાથે ‘ચુક્તિ ’ અને ‘અનુભૂતિ’ પણ મેળવવાં ઘટે છે. અર્થાત શ્રૃતિ, યુક્તિ અને અનુભૂતિ આ ત્રણે દ્વારા જે નિર્ણય થાય, એજ નિર્ણયને ‘ સાચા નિર્ણય ” સમજવા જોઇએ, અને કદાચિત્ યુક્તિની પણ પુષ્ટિ મળી, પરન્તુ તેની સાથે અનુભૂતિ ઘટાવવી જોઇએ. આપણા અનુભવ શું કહે છે, તે પણ જોવા જોઇએ. આમ ત્રણેના ચેગ મળે ત્યારેજ નિશ્ચય થઈ શકે.
ઉપરના પાઠમાંજ નહિ; બીજા પણ જે જે પાઠે। આપણને તેવા લાગતા હાય, તે સંબંધી ઉપરની ત્રણે રીતે વિચાર કરવા જોઇએ.
સૌથી પહેલાં ઉપરના પાઠની સાથેના આગલા પાછલા અધિકારના પ્રસંગનેજ જોવાની કેાઇ તકલીફ્ લેતું નથી.
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com