________________
સમયધર્મ.
શિક્ષા માટે, જ્ઞાનપ્રચાર માટે જે કહેવામાં આવે તે, બસે પાંચસો આપતાં પણ તેઓ સકેચાય છે. તેઓની આ સંકુ ચિતતામાં ન કેવળ શિક્ષા પ્રત્યેની અભિરૂચિ જ કારણ છે, બકે એકબીજાના પક્ષાપક્ષીમાં પડી તેઓએ પોતાનું હદય બીજાઓને ત્યાં વેચેલું હોય છે અને તેથી તેઓ પિતાની - બુદ્ધિનો ઉપયોગ સારાનરસાની પરીક્ષા કરવામાં કરી શક્તા નથી. અસ્તુ, ગમે તેમ પરતુ શાસનપ્રેમી મુનિરાજેએ આ ચતુર્માસમાં બીજી કંઈ બાબત તરફ લોકોનું ધ્યાન ન આકર્ષતાં શિક્ષા—ખાસ કરીને એવી શિક્ષા કે જે શિક્ષાથી જૈન સમાજના યુવકો પોતાને કર્તવ્ય-ધર્મ સમજતા થાય, અને જેઓ ધાર્મિક વૃત્તિ તેમ જ સમાજ-દેશ અને જેઓ ધર્મ પ્રત્યે કર્તવ્ય સમજે એવી શિક્ષા તરફ આકર્ષવાનું જરૂર લક્ષમાં લે, એવી આશા છે.
ત્રીજું કર્તવ્ય ગરિબ શ્રાવક-શ્રાવિકાઓના ઉદ્ધાર માટેનું છે. જેનેની આંતરપરિસ્થિતિ અત્યન્ત ખરાબ છે, એ સમજાવવાની હવે જરૂર રહી નથી. આવા ગરીબ જેને ધંધે વળગાવવા માટે લેન પદ્ધતિથી નાણાં ધીરી શકાય, એવાં ફંડે આ ચતુર્માસમાં ઉભાં કરાવવાની જરૂર છે. ધ્યાનમાં પણ એ રાખવાનું છે કે આવા ફડાની સાર્થકતા કેવળ ફડે ઉભાં કરવાથી જ થતી નથી. એની તાત્કાલિક
વ્યવસ્થાને પ્રબંધ પણ સાથે સાથે થે જ જોઈએ. ઘણી વખત મુનિરાજેના ઉપદેશથી ફડે ઉભા થાય છે. આ
G૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat