________________
ચા કરતાં નથ
તિથી હમેશ
રે છે, અને
સમયને ઓળખે. ઉપર હુમલો કરતાં નથી, બલકે વાઘ, ચિત્તા વિગેરે એ જંગલી જાનવરે તે મનુષ્યજાતિથી હંમેશાં દૂર જ રહે છે. જેઓ આપણાથી બિચારાં નાસતાં ભાગતાં ફરે છે, અને મનુષ્યજાતિથી છુપાતાં ફરે છે, તેઓને ગુન્હેગાર માનવાં એ કેટલો અન્યાય છે? હરણ જેવાં જાનવરે જંગલનું ઘાસ ખાઈને જીવન વ્યતીત કરે છે, કે જેથી મનુષ્યજાતિનું કંઈ નુકસાન જ નથી. બલકે ઘાસ ખાવું, એ તો પિતાની ગરીબાઈ–દીનતા પ્રકટ કરવા બરાબર છે. જે રાજાએ એક રાજાના હજારે માણસની કલ્લ કરી હોય, અને લાખો-કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હોય, છતાં તે જ રાજા જે મહેમાં ઘાસનું એક તૃણ લઈને હામે આવે તે તેના બધા ગુન્ડાઓ માફ કરી તેને અભયદાન આપવામાં આવે છે. એક ક્ષણભર ઘાસ લઈને આપણું આગળ પશુ બની આવનાર કટ્ટર દુશ્મનને પણ છોડી દેવામાં આવે છે, ત્યારે હમેશાં આપણું સામે ઘાસ ખાઈને રહેનારાં, અરે આપણાથી ભયભીત થઈને જંગલમાં નાસી જનારાં જાનવરોને મારવાને હક્ક કહે, એ કેટલું બધું ઘેર અન્યાયીપણું છે. - હવે એક બાબતને વિચાર કરવાનો રહે છે. અને તે એ કે જંગલી જાનવની હિંસાથી જે ફાયદે મનુષ્ય ધારે છે, તે ફાયદો થાય છે કે કેમ ?
જંગલી જાનવરને નાશ કરવામાં મનુષ્ય મુખ્ય એ
૧૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com