________________
સમયને ઓળખે.
સમાજ” સંબંધી આટલું અવલોકન કર્યા પછી હવે આપણે જોઈએ કે–જેન સમાજ” નું સ્થાન અત્યારે ક્યાં છે ?
- “જૈન સમાજ ” એ પણ એક સમાજ છે. અગિયાર લાખ મનુષ્યનો સમૂહ, અએવ સમાજ છે. જૈન સમાજ નો સંબંધ “જૈનધર્મ ” સાથે છે. જેનસમાજની ઉન્નતિમાંજ, જૈન સમાજની કર્તવ્યનિષ્ઠામાં અથવા એમ કહીએ કે “જેન સમાજ” ના આજ્ઞાપાલનમાંજ જૈનધર્મની શોભા અને કીર્તિ છે, જ્યારે જેનસમાજના પતનમાં જૈનધર્મની નિંદા છે. આવી જ રીતે જેનસમાજની તરકકીમાં રાષ્ટ્રની તરકકી છે, અને જૈન સમાજના પતનમાં રાષ્ટ્રને પણ નુકસાન જ છે. ધર્મ અને રાષ્ટ્ર એ બન્નેના ગૈારવ કે લઘુતામાં જેનસમાજનો પણ હિસ્સો છે. આ વાત જેનસમાજની પ્રત્યેક વ્યક્તિએ ભૂલવી જોઈતી નથી.
હવે જોઈએ કે જેનસમાજનું અત્યારે પતન થઈ રહ્યું છે કે ઉત્થાન !
સૌથી પહેલાં જેનસમાજની સંખ્યા જુએ. હવે એ તો જરાયે અસ્પષ્ટ જેવું નથી રહ્યું કે–જેનસમાજ સંખ્યાની દષ્ટિએ દિવસે દિવસે નિચે ઉતરી રહ્યો છે. કયાં કરેડની સંખ્યામાં હયાતિ ધરાવતા જેનો અને કયાં અત્યારે અગીયાર કે બાર લાખ જેને! બહુ લાંબા સમયનનિહાળીએ તે પણ છેલ્લાં ત્રણસો સાડા ત્રણસો વર્ષમાં જ જેની સંખ્યા એટલી બધી ઘટી
૨૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com