________________
ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. કઈ ભવ્ય પુરૂષ કે પુરૂષ આવી ચઢતા તે તેઓને થોડા શબ્દોમાં ગંભીર ઉપદેશ આપતા. પરિણામે એ ભદ્રપુર
ને એ સાધુજીના ચારિત્રના પ્રભાવે થાડા ઉપદેશથી ઘણું અસર થતી. ધીરે ધીરે સમય પલટાયે. સાધુઓ ગ્રહસ્થાના પરિચયમાં વિશેષ આવવા લાગ્યા. ઉપાશ્રયે એ મુનિઓનાં સ્થાન બન્યાં. ઉપદેશ ઉપાશ્રયમાં થવા લાગ્યું. ઉપાશ્રયની ચાર દીવાલમાં એમને ઉપદેશ ગાજવા લાગ્યા. ભક્તશ્રાવક જી-જીના પડકાર કરવા લાગ્યા. આ સ્થિતિ પણ પલટાઈ. સમયને વા વાવા લાગ્યો. સમયને અનુકૂળ થઈ કેટલાક મહાત્માઓએ દીવાલે છેડી જાહેર સ્થાને કે જ્યાં જેન કે અજેન કેઈ પણ ઉપદેશ સાંભળી શકે, એવાં સ્થાનોમાં ઉપદેશ આપવા લાગ્યા. રૂઢીપૂજકો એ વાતને વિરોધ કરવા લાગ્યા. એટલું જ નહી પરંતુ “ધર્મને નાશ કરનારા” “શાસનદ્રોહિઓ” “નાસ્તિક” આદિ વિશેષણેથી નવાજવા લાગ્યા, પરંતુ એ બિચારાઓને કયાં ખબર હતી કે બીજાઓને નાસ્તિક કહેનારા એવા અમારે પણ આવતી કાલે “નાસ્તિક” ની પદ્ધતિનું આચરણ કરવાનું છે. ખરેખર એ “નાસ્તિક” કહેનારા પણ સમયને આધિન બન્યા અને જાહેર ભાષણ કરતાં આવડતું હોય ચાહે ન આવડતું હોય, જાહેર સ્થાનમાં ભાષણ અપાયું હોય કે ન અપાયું હોય. ભલે પિતાની રૂઢી પ્રમાણે શ્રાવકેને છ ના પડકાર કરાવતા હોય, પરંતુ પેપરમાં પોતાના વ્યાખ્યાનને જાહેર ભાષણ” તરીકે છપાવવા લાગ્યા
૨૩૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat