________________
સમયને ઓળખે.
અને ઉત્સુકતાપૂર્વક વાંચવા લાગ્યા, ધીરે ધીરે તેમને પોતાની જુની પદ્ધતિમાં ફેરફાર કરવો પડ્યો.
આવી જ રીતે ધાર્મિક ક્રિયાઓમાં રીતરીવાજોમાં સમચનો પ્રભાવ પડ્યો છે અને સમયને અનુસરી ફેરફાર થયા છે. સામાજિક રીવાજો
ન કેવળ ધાર્મિક રિવાજો, સામાજીક રીવાજો ઉપર પણ તેટલો જ પ્રભાવ પડેલો છે. દેશ દેશ અને પ્રાંત પ્રાંતના રિવાજે ઉપર સમયને પ્રભાવ પડ્યો છે અને તેમાં ન કલ્પી શકાય તેવા ફેરફાર થયા છે. એક નાનામાં નાની મામુલી ક્રિયા જ જુઓ.
નમસ્કાર પદ્ધતિ. પહેલાં જે કઈ પૂજ્ય પુરૂષ સામે મળે અથવા તો પૂજ્ય પુરૂષના ઘરે કઈ જાય તે દંડવત પ્રણામ કરતા અર્થાત લાંબા દંડની માફક સૂઈ જઈને પ્રણામ કરતા. તે પછી કાળક્રમે ઉભા ઉભા કમરમાંથી વાંકા વળીને મસ્તક ઝૂકાવીને નમસ્કાર કરવા લાગ્યા, તે પછી સિદ્ધા ટટ્ટાર ઉભા રહેવું અને હાથ જોડી કેવળ માથું નમાવીને નમસ્કાર કરવા લાગ્યા, પછી માથું નમાવવાનું બંધ થયું. કેવળ હાથ જોડવાના રહ્યા. તે પછી બે હાથને બદલે એક હાથ ઉંચે કરી સલામ કરવા લાગ્યા અને અત્યારે સુધરેલાઓમાં એક હાથની સલામ દુર થઈ છે. માત્ર એક આંગળી કે હાથમાં સટી હેય તે તે ઉંચી કરીને
૨૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com