Book Title: Samayne Olkho Part 02
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 249
________________ સમયને ઓળખે. કેવળ શાસ્ત્રોને જ આશ્રય લઈને કઈ પણ વિષયને નિર્ણય ન કરવું જોઈએ, કારણ કે યુક્તિ વિનાના વિચારથી ધર્મહાનિ થાય છે. માટે બુદ્ધિમાન મનુષ્યોએ શાસ્ત્રની આજ્ઞા ઉપર પણ પોતાની પ્રજ્ઞાથી, બુદ્ધિથી લાંબો વિચાર કરવાની જરૂર છે અને તેમ કરવામાં આવે તે જ શાસ્ત્રોને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરી શક્યા છીએ એમ માની શકાય. પરંતુ જેઓ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ કરવા તૈયાર નથી, તેઓને માટે નીતિકારનું આ વચન અક્ષરશ: સાચું ઠરે છે કે – यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ? लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ? જેને સ્વયં પ્રજ્ઞા નથી, બુદ્ધિ નથી એને શાસ્ત્ર શું કરે? જેવી રીતે લોચનથી હીન માણસને માટે દર્પણ શું કરી શકે તેમ હતું ? .. કી સમાપ્ત ૨૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254