________________
ધર્મ અને સમાજર સમયના પ્રભાવ.
કહે છે કે “ શાસ્ત્રોમાં આમ લખ્યું છે. ” પરંતુ તેઓ ભૂલી જાય છે કે જેઓ “ સમયને ઓળખા ” ની ઉ ઘેાણા કરે છે, તેઓ પણ શાસ્ત્રની આજ્ઞાને અવલમ્બીને જ કરે છે. શાસ્ત્રોમાં કાઈ પણ વસ્તુનુ એકાંતથી પ્રતિપાદન નથી કરવામાં આવ્યું, એ વાત રૂઢીપૂજકાએ ભૂલવી જોઈતી નથી. બલ્કે શાસ્ત્રો તે સ્પષ્ટ પ્રતિપાદન કરે છે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જોઇને જ કામ કરે ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જોયા વગર જો કાઇ પણ ક્રિયા, કોઈ પણ કામ કરવામાં આવે તે તે લાભને બદલે નુકસાનને પહોંચાડે છે. વળી શાસ્ત્રોના સંબંધમાં પણ ખાસ વિચારવાની જરૂરત છે કે આ વસ્તુ શા માટે કહેવામાં આવી છે ? ક્યા સમયને માટે ઉપયોગી છે? ગ્રંથ ક્યા સમયના અનેલે છે? તે સમય કેવા હતા ? આ વસ્તુ તે સમયને માટે કહેવામાં આવી છે કે અનાદિ અનંતકાળને માટે છે? ઈત્યાદિ ખાખતાના પાતાની બુદ્ધિથી વિચાર અને શેાધ કરવાની જરૂર છે. કેવળ પિતાજી દાદાજીના શ્રાદ્ધ વખતે ખીલાડી થાંભલે માંધતા હતા, માટે મારે પણ પિતાજીના શ્રાદ્ધ વખતે ખીલાડી માંધવી જોઇએ, અને ઘરમાં ન હેાય તેા ગમે ત્યાંથી લાવીને પણ ખાંધવી જોઈએ, એવુ અંધ અનુકરણ કરે જવું એ શું વ્યાજબી કહેવાય ? અને એટલા માટે નીતિકારી કથે છે કે
केवलं शास्त्रमाश्रित्य न कर्तव्यो विनिर्णयः । युक्तिहीन विचारे तु धर्महानिः प्रजायते ॥
રૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com