________________
ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. તીવ્ર હતી. સ્મરણશક્તિઓ અગાધ હતી. તે વખતે તમામ શાસ્ત્રો કંઠસ્થ રાખવામાં આવતાં હતાં. તે સમય પલટાણે. સ્મરણશક્તિઓ ઓછી થઈ. એટલે જેટલું યાદ હતું તેટલું લખી લેવાયું. લખાયું તે પણ આજકાલની માફક કાગળો ઉપર નહી. તાડપત્ર અને એવા સાધને ઉપર તે લખાયાં. સમય બદલાતે ગયે. નવી નવી શોધો થતી ગઈ. પરિ. ણામે તે જ શાસ્ત્રો કાગળ ઉપર લખાવા લાગ્યાં. છાપખાનાં વધ્યાં. જ્યારે ગ્રંથો છપાવવા શરૂ થયા, ત્યારે આગમસૂત્રો છપાવવા માટે લોકો વિરોધ કરવા લાગ્યા. “એવાં પૂજનીય આગમે છપાશે, તો તેની ભયંકર આશાતના થશે. ગૃહસ્થ પણ તેને વાંચવા લાગશે. આગમનું રહસ્ય બહાર પડી જશે. પ્રેસમાં થતી આરંભસમારંભની ક્રિયાઓના નિમિત્તભૂત તે છપાવનાર થતાં છપાવનાર ભયંકર પાપમાં ડુબી જશે. સાધુથી તે એ કિયા તરફ નજર સરખી પણ ન થાય.” ઈત્યાદિ વિચારોના કારણે જે સમય શાસ્ત્રોને– આગમને છપાવવાના પક્ષમાં હતા, તેમની સામે સંપૂર્ણ વિરોધ કરવામાં આવતું. પરંતુ સમય! તારી બલીહારી છે! તેં ભલભલા હઠાગ્રહીઓની હઠને ડગાવી છે. અને તેં દઢ પ્રતિજ્ઞાધારીઓને પ્રતિજ્ઞાઓથી ચલાયમાન કરી દીધા છે. આ સમયના પ્રભાવે તે જ વિરોધીઓ પોતે આગમે છપાવવા લાગ્યા, પ્રફે શેધવા અને ઓર્ડરે આપવા પ્રેસમાં દેડધામ કરવા લાગ્યા. એમને છપાવેલા આગમે. ગાડામાં ભરીને ઘાટીઓ-કુલીઓ જેડા પહેરી એ બંડલે
૨૨૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat