________________
ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. જવું. બારસાસૂત્રનાં ચિત્રનાં દર્શન કરાવવાં, બેલી બોલાવી ઘોડીયાં–પારણું નિમિત્તે, અનેક માળાઓ નિમિત્તે, અનેક રૂમાલ નિમિત્તે બોલી બાલવી, આ બધું પાછળથી નથી વધ્યું શું ? જે વખતે કેવળ સાધુઓજ કલ્પસૂત્ર વાંચતા હતા તે વખતે આ બધી બેલી બેલાતી હતી શું ? સમયના પ્રભાવે આ બધું પ્રવેશી ગયું, એ સ્પષ્ટ જ છે. સાધુના આચારવિચારો –
આવીજ રીતે સાધુઓના આચારવિચારે ઉપર પણ સમયે અવશ્ય પિતાને પ્રભાવ નાખે છે. સાધુઓ પહેલાં બે પ્રકારના હતા જિનકલ્પી અને સ્થવિરકલ્પી, પરંતુ કાળકેમે સમયના પ્રભાવે શક્તિઓ ક્ષીણ થવાના કારણે જિનકલ્પ વિચ્છેદ થઈ ગયે; એટલું જ નહી પરંતુ સ્થવિરકલ્પી સાધુઓના આચારે જે આચારાંગ અને દશવૈકાલિક આદિ સૂત્રમાં બતાવવામાં આવ્યા છે, એ આચારમાં અત્યારે કેટલું બધું અંતર પડી ગયું છે ? એ બધે સમઅને પ્રભાવ નહીં તે બીજું શું છે? સાધુઓએ “વસ્ત્રો ન ધોવાં ન રંગવાં” એવી આજ્ઞા હોવા છતાં આજે દેવાની અને રંગવાની પ્રથા નથી પડી શું? અરે એ સમયના પ્રભાવનું જ પરિણામ છે કે તીર્થકરેના સમયમાં પણ ભિન્નભિન્ન તીર્થકરોના સમયમાં વ્રત અને આચારમાં ભિન્નતા હતી, નહી તે મેક્ષમાર્ગ સૌને એક જ હોવા છતાં એવી ભિન્નતા શાની હોય? પરંતુ સમયના પ્રભાવે તે તે
૨૨૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat