________________
ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ. મંદિરની રક્ષા માટે જેટલી આજે ગૃહસ્થને હાયહાય કરવી પડે છે, તેટલી પહેલાં નહાતી કરવી પડતી. ગૃહસ્થ આવશ્યકતા પડતાંજ દ્રવ્ય લગાવીને જીર્ણોદ્ધારાદિ કરી લેતા. ધીરે ધીરે લેકેની ભાવનામાં ફરક પડવા લાગ્યો. આવકનાં સાધને બીજાં રહ્યાં નહી. એટલે પૂજા-આરતી આદિની બેલીઓ, શરૂ થઈ અને એ ઉપજ મંદિરમાં લઈ જવા લાગ્યા.
પ્રાચીન મૂર્તિઓમાં અને આધુનિક મૂર્તિઓમાં પણ કેવો મેટો ફેરફાર દેખાય છે. અત્યારે મેટે ભાગે મૂર્તિઓ ઉપર નવ અંગે ચાંદીનાં ટીલડાં ચટાડેલાં હોય છે. આ શું જરૂરનાં છે? વીતરાગની મૂર્તિ સાથે એને કંઈ સંબંધ! પરંતુ આ ટીલડાં શાથી લાગ્યાં? કોઈ સમયમાં ચંદનથી પૂજા કરતાં કરતાં લોકોને ખ્યાલ સુંદરતા ઉપર ગયે. સુંદર રંગ ઉત્પન્ન કરવા માટે ચંદનની સાથે કેશર ભેળવવા લાગ્યા. ભેળવતાં ભેળવતાં કામ વધી પડ્યું. ચંદનની ગણતા થઈ ગઈ અને કેશર વધી પડયું. પરિણામે કેશરની ગરમી આરસની મૂર્તિઓ ઉપર અસર કરવા લાગી. મૂર્તિ ઉપર ડાઘ પડવા લાગ્યા, તેમ એ આરસને પણ અસર થવા લાગી. એટલે જ્યાં જ્યાં કેશર ચઢાવાતું ત્યાં ત્યાં નવ અંગે ચાંદીનાં ટીલડાં ચટાડ્યાં. એ ટીલડાં ઉપર પૂજા કરવા લાગ્યા. હવે એ ટીલડાં મૂર્તિ ઉપર ન હોય તો અમારા રૂઢીપૂજકો કહેશે કે “વાહ! ભગવાનના નવ અંગે તો ટીલડાં ચોટાડ્યાં નથી. ” તેમ કેશરની ગરમીથી થતું નુક્સાન અને કેશરની
૨૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com