________________
ધર્મ અને સમાજ પર સમયનો પ્રભાવ. તશાંતિ નંદેષણની પહેલાં, અરે, થોડાજ વર્ષોની પહેલાં થઈ ગએલા કીર્તિવિજયના શિષ્ય જયવિજયજીએ બનાવેલું સકલતીર્થગંદુ કર જોડ-, એ ગુજરાતી ભાષાની તીર્થ વંદના એ બધું એમની પહેલાં કહેવાતું હતું શું ? પ્રતિકમણ જેવી આવશ્યક ક્રિયામાં આમ નવાં નવાં સૂત્રને પ્રવેશ એ શું સમયને ઓછો પ્રભાવ સૂચવે છે? કેટલાક લેકે પ્રતિક્રમણમાં થંભણુ પાર્શ્વનાથનું ચિત્યવંદન કરે છે. ખરતર ગચ્છાનુયાયી લેકે દાદા સાહેબને કાઉસગ્ન કરે છે. ભલા
જ્યારે દાદાસાહેબ નહિ થયા હતા ત્યારે તે વખતના ખરતરગચ્છાનુયાયીઓ શું દાદાસાહેબનો કાઉસ્સગ્ન કરતા હતા કે?
અહીં એ કહેવાને પ્રશ્ન નથી કે પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયામાં આ સૂત્ર શા માટે ઘુસ્યાં? ગમે તે કારણે ઘુસ્યાં. ભલે ઘુસ્યાં. પરંતુ જેઓ એમ માને છે કે-“પ્રાચીન રીવાજમાં કઈ પણ જાતને ફેરફાર ન થઈ શકે” એઓને આ એક સ્પષ્ટ જવાબ છે. ભૂતકાળના ભયંકર ઉદરમાં આવાં તો કેટલાયે પરિવર્તને હજમ થઈ ગયાં. તેને કંઈ હીસાબજ નીકળી શકે તેમ નથી.
સંવત્સરિક પર્વ ભાદરવા સુદ પાંચમનું હમેશાંથી ચાલ્યું આવતું હતું, પરંતુ તે કાલકાચાર્યના સમયથી પાંચમના બદલે ચોથના દિવસે થવા લાગ્યું. આ શું ઓછું પરિવર્તન છે? સમયને એ છે પ્રભાવ છે? કાલકાચાર્યને કે સમય ઓળખ પડ્યો?
૨૨૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat