________________
સમયને ઓળખો. મંદિરે અને મૂર્તિઓ.
આવી જ રીતે આપણે તારણહાર મંદિરની પરિસ્થિતિઓ જુઓ. મંદિરે ઉપર પણ સમયે કે પ્રભાવ નાખે છે? પ્રાચીન સમયમાં આપણાં મંદિરમાં અત્યારની માફક પેઢીઓ ચાલતી હતી, ભઇયા અને પઠાણે ચોકી માટે રાખવા પડતા હતા, એમ કઈ કહી શકે તેમ છે?
મંદિરની બાંધણુએ તપાસવામાં આવે તો અત્યારે જે જે નવાં મંદિરે બને છે; તેમાં, જેટલી આજ કાલની ફેશનનું તત્વ દાખલ કરવામાં આવે છે, એના કરતાં એની મજબુતાઈ અને શીલ્પકળાનું તત્ત્વ ઓછુંજ જોવામાં આવે છે. આ પણ સમયને પ્રભાવ નહી તો બીજું શું? મનુષ્યના વિચારે, મનુષ્યની બુદ્ધિએ સમયને અનુસરે છે. તેની પાછળ પાછળ ચાલે છે અને તેનું જ પરિણામ છે કે મંદિરે અને એવી બીજી બાબતમાં આજકાલની ફેશનને એપ વધારે ચઢાવવામાં આવે છે. જરા ભગવાનના અંગ ઉપર થતી અંગરચનાઓનું તે નિરીક્ષણ કરે ! વીતરાગદેવના ઉપર થતી અંગરચનાઓમાં પણ કોટ, પાટલુન અને નેકટાઈ, કલર તેમજ ઘડીઓ મુકવાના છંદ પડી ગયા છે. હજુ હેટ–અંગ્રેજી ટેપી પહેરાવી હોય, એવું જોવામાં નથી આવ્યું ! કેટલો સમયને પ્રભાવ! મંદિરના રંગમંડપ અને દીવાલે જ્યાં સંગમરમરથી સુશોભિત અને મજબુત થતાં, ત્યાં આજે ઈટાલીની લાદીઓથી ચમક દમક બતાવવામાં આવે છે.
૨૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com