________________
ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ.
પ્રયત્નથી ઢાંકવા પ્રયત્ન કરે છે. સામાજિક કે ધાર્મિક, રાષ્ટ્રીય કે રાજકીય કેઈપણ પ્રકરણનું પ્રાચીન પડ ઉખેડવામાં આવે તે સ્પષ્ટ માલુમ પડશે કે જુના જમાનાની ક્રિયાઓ, રૂઢીઓ અને રીતરિવાજોમાં અવશ્ય ફેરફાર થયેલા છે. પૂર્વ પુરૂષોએ ફેરફારે અવશ્ય કર્યા છે, બલકે આધુનિક સમયના તે રૂઢીપૂજકે કે જેઓ પ્રાચીન રીવાજોને પકડી રાખવાનો આગ્રહ કરે છે, તેઓ પોતે પણ જુના રિવાજોમાં ફેરફાર કરી રહ્યા છે. ફરક માત્ર એટલેજ છે કે પોતાના ફેરફારે એમની નજરમાં નથી આવતા; જ્યારે બીજો કોઈ માણસ ફેરફાર કરવાનું કહે છે તે તેમાં તેઓ ધર્મને નાશ સમજે છે. આ બુદ્ધિની કિવા સમજની બલિહારી છે. અસ્તુ.
હવે આપણે એ જોઈએ કે સમયનો પ્રભાવ ધર્મ અને સમાજની કઈ કઈ બાબતે ઉપર અત્યાર સુધી પડી ચુક્યો છે?
એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. “ધર્મ” એક એવી વસ્તુ છે કે જેમાં કંઈપણ જાતનો ફેરફાર થઈ શકતેજ નથી. “ધર્મ” એ તો આત્માની સાથે સંબંધ ધરાવનાર વસ્તુ છે, અને એટલાજ માટે “ધર્મ ની વ્યાખ્યા આમ કરવામાં આવી છે
“ અંત:સખશુદ્ધિવં ઘર્મત્વ ” અથવા “ષાયનિવૃત્તિત્વ ધર્મ અંત:કરણ શુદ્ધ થવું એનું નામ ધર્મ, અથવા કષાયથી નિવૃત્ત થવું એનું નામ ધર્મ. ધર્મ તે કાર્ય છે. ધર્મક્રિયાઓ, પ્રતિકમણ, સામાયિક, પિષધ, દાન,
૨૨૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat