________________
સમયને ઓળખે.
તે, એ ધાંધલીયાઓની હામે ધાંધલ મચાવવામાં કર્તવ્યની “ઇતિ શ્રી” ન માનતાં સાચી યેગ્યતા પ્રાપ્ત કરીને મેદાને જંગમાં ઉતરજે. જવાહર નેહરૂ, એ સાચા યુવક તરીકે બહાર પડ્યા છે. સાચા સુધારક તરીકે બહાર પડ્યા છે. પરન્તુ એમને પૂછો તો ખરા કે એમણે સ્વાર્થને કેટલે ત્યાગ કર્યો છે? એવા ત્યાગ વિના ખાલી શબ્દનું લાલિત્ય કે ડાહી ડાહી વાત કંઈ કાર કરી શક્તી નથી. મિત્રો, જરા સંભાળજે કે જે આક્ષેપો આપણે બીજા ઉપર મૂક્તા હોઈએ, તે આક્ષેપોના ભાજન આપણે કયાંય ન થઈએ.
હું ઘણા વખતથી લખતે અને માનતો આવ્યો છું તેમઆજને યુવાન એ સમાજના શરીરને સડે દૂર કરનાર એક ડાકટર છે. પરન્તુ ઓ ડાકટરો! સમાજના શરીર ઉપર ઓપરેશનનું ચાકુ ચલાવવા અગાઉ તમે તમારા શરીરની શુદ્ધિ કરજો. તમારા શસ્ત્રાને ખૂબ ઉકાળી–તપાવીને સાફ કરજે. અને તમારે હાથ–તમારૂ મન સ્થિર રાખવા જેટલી શક્તિ મેળવજે. જે જે કાચુ ન કાપી નાખે, જે જે ક્યાંય ઉંધુ ન વેતરી મારતા ! મગજનું સમતોલપણું જાળવવાની શક્તિ મેળવજો, રૂઢીના ગુલામની ગમે તેવી ઉશ્કેરણીઓ કે હુમલાઓ વખતે તમે શાન્તિથી તમારું પ્રચાર કાર્ય કરવાનું બળ મેળવજે. યુવાનીને જોશ, એ દીવાનીને મદ છે. એ મદમાં મસ્ત ન બની જતા. સેંકડો વર્ષોથી ચઢેલા કાટને દેવાની તમારી તાલાવેલી, ગભરાટ ભરી ન હોવી જોઈએ.
૨૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com