________________
( ૫૬ )
ધર્મ અને સમાજ પર સમયને પ્રભાવ.
સમય એક એવી વિચિત્ર વસ્તુ છે, કે જેને પ્રભાવ સંસારની હરેક વસ્તુ ઉપર પડ્યા વિના રહેતા નથી. દેશ, જાતિ, ધર્મ, સમાજ, વેષ, વ્યક્તિ, શિક્ષણ, વ્યવહાર ચાવત્ સંસારની જેટલી વસ્તુઓ છે તે બધી સમયને આધીન છે. જેવા જેવા સમય આવતા જાય છે, તેવા તેવા પ્રકારના ફેરફાર હરેક વસ્તુમાં થયાજ કરે છે અને તેટલાજ માટે જુનુ તે નવું અને નવું તે જીનુ થાય છે. જે કાલે હતુ તે આજ નથી, અને જે આજે છે તે કાલે નહિ... હાય. સંસારની આ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે. સમયના આ
૨૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com