________________
યુવકોને.
જગતને એમ ખ્યાલ આવશે કે–આ લડત તે અમુક વ્યક્તિના માટેજ છે, આ લડતના ગર્ભમાં તે અમુકનું સંચાલન છે, તે સમાજનો કે તમારી લડતનો પાયે મટીયા મેલ થઈ જશે. ગમે તેવે સાચે સુધારક પણ–તમારા વિચારને પ્રશંસક પણ તમારા એ પક્ષપાતી ચશમાંથી દૂર જ રહેશે. તમારા વિચારો ગમે તેટલા સારા હશે, સાચા હશે, સમાજને લાભના હશે, છતાં એની અસર જોઈએ તેવી નહિ જ થવાની. એ વાત ખૂબ દઢતાથી સમજી રાખશે. માટે
હાલા સુધારક! યુવકે! તમારે ઘણું ઘણું સંભાળવાનું છે. સુધારક તરીકે બહાર પડવું, એ મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે. સુધારક તરીકે બહાર પડવા અગાઉ પિતાની ઘણું ઘણું શુદ્ધિ કરવાની જરૂર છે. સુધારક થવા અગાઉ ઘણું ઘણું શારીરિક, માનસિક અને વાચિક શક્તિઓ ખિલવવાની છે. ખાસ કરીને મગજનું સમતોલપણું, પક્ષપાત રાહિત્ય અને ખૂબ દઢતા; એ ગુણે ખાસ અગત્યના છે. મને સંપૂર્ણ આશા છે કે આવી ગ્યતા પૂર્વક તમે બહાર પડી જેનસમાજના અંગમાં પ્રવેશેલો સડો દૂર કરી તમે આ વીસમી સદીના જમાનામાં સાચા કાન્તિકારક તરીકે તમારું નામ અમર કરવા સાથે મહાન પુણ્ય હાંસલ કરશે.
૨૧૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat