________________
યુવકોને. ધીરે એમની સંખ્યામાં વધારે જ થવાનો. સમય પોતાનું કામ કરે જાય છે, અને તે પ્રમાણે વિચારોમાં પરિવર્તન થતું જ રહેવાનું. સૌથી પહેલે પ્રયત્ન આ કરવાની જરૂર છે. મારા યુવક બંધુઓને પણ સમય ઉપર ખબર પડશે કે સાચા સુધારક સાધુએ પણ કેટલા છે અને કણ કણ છે? સુધારાની બૂમ મારવી, સુધારાનાં વ્યાખ્યા કરવા અને પિતાને પક્ષ વધારવા કે ગમે તે કારણે સુધારક યુવકની “હા” માં “હા” મેળવવી, એક વાત છે, અને સુધારાની સમય પ્રમાણેના પ્રવૃત્તિ આદરવી, એક બીજાને મળવું, વિચારોની લેન દેન કરવી, એ બીજી વાત છે.
સુધારક યુવકે, તમારે એક ઔર વાત પણ ખાસ કરીને ધ્યાનમાં લેવાની છે. અને તે એ કે સુકાના પાપે લીલું ન બળે, એના ખૂબ સંભાળ રાખજે. ઘેડાની પાયગામાં હુંશી જોડે તે એકાદ જ હોય. મહેોટા સમુદાયમાં અક્કલનો ઓથમીર તે ગણ્યા ગાંઠ્યા જ હોય, પરંતુ એવી ગણી ગાંઠી વ્યક્તિઓના કારણે આ સમુદાય-આખી સંસ્થાને છેદ કરવાની અંશમાં પણ પ્રવૃત્તિ ન કરજે. બેલવામાં કે લખવામાં, વાતમાં કે વર્તનમાં એની સંભાળ જરૂર રાખજે કે-જેનધર્મને–જેનસમાજને સાધુ સંસ્થાની ઘણુંજ જરૂર છે. સાધુ સંસ્થા વિના આખા સંઘનું નાવ કિનારે નહિં પહોંચે, એ નિશ્ચિત છે. સાધુઓએ જૈનધર્મને ટકાવી રાખવામાં સાથી મ્હોટે ફાળો આપે છે, એ નિર્વિવાદ છે. સાધુઓએ પિતાના ચારિત્રના
૨૧૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat