________________
યુવકેને. ખરેખર દીસતી હોય તે યાહેમ કરીને બહાર આવે. બહુ લાંબી ચડી વેતરડમાં ન ઉતરતાં આખી દુનિયાને ઠેકે ન લેતાં ક્રમશ: આગળ વધે. પહેલાં જે સમાજને સડે દૂર કરવાનું કામ હાથ ધરે. આજે જે સમાજના પ્રત્યેક અંગમાં જે સડે પ્રવેશ કરી ગયો છે, એ હવે કેઈથી અજાણ્યું નથી. મંદિરમાં ભક્તિના નામે થતી અશાતના, ઉપાશ્રયમાં ત્યાગના નામે એકઠા થતે પરિગ્રહ, સાધુઓમાં મહાવીરના નામે વધતો જ આડંબર અને આ ઉપરાન્ત સત્તાની મારામારી, પાટ ઉપર પડંપડા, પુસ્તક અને ચેલાઓ માટે ભડંભડા. આવી જ રીતે ગૃહસ્થવર્ગમાં જે પોલંપટ્ટી ચાલી રહી છે, જે સત્તાના મદ કરી રહ્યા છે, જે ઈર્ષ્યાઓ, ઉકળી રહી છે, જે પક્ષપાતનાં ચમાં ચઢી રહ્યાં છે, એ બધાને પણ સુધારે કરેજ છુટકે છે. આ સુધારે એ તમારા હાથમાં છે. યુવકે, “યુવાન એ નવ સૃષ્ટિને સરજનહાર છે. ” પરન્તુ મિત્રો, જરા સ્મરણમાં રાખજો કે, આવા શબ્દો કાગળો ઉપર છાપવા અને વ્યાખ્યાનમાં ઝાડવા, એ એક વાત છે જ્યારે સાચુ યુવકપણું પ્રાપ્ત કરવું, એ બીજી વાત છે. એક યુવક આ સરજનહાર, આ સુધારક ક્યારે બની શકે, એને ખાસ વિચાર કરે અને એટલા માટે હું તમને કહું છું કે, તમે સુધારકના લેબાસમાં કે સરજનહારની કોર્ટમાં બહાર પડે, તે પહેલાં તેની ગ્યતા મેળવજે. વ્યર્થને કળાહળ કે શબ્દોની મારામારી એ પાણીને લેવવા જેવું છે. સાચું સંગીન કંઈ પણ ફળ મેળવવું હોય
૨૧૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat