________________
સમયને ઓળખો.
જેવી રીતે જૈન સમાજનું સામાજિક પતન સાંસારિક દષ્ટિએ થઈ રહ્યું છે, તેવી રીતે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખરેખર પતન જ થઈ રહ્યું છે. આજના જેનસમાજની પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓનું અવલોકન કરીએ તો જાણે એમજ જણાય કેઆપણે આત્મ વિનાને ધર્મ કરી રહ્યા છીએ. જેટલી જેટલી ધાર્મિક ક્રિયાઓ છે, એ બધી યે આત્મકલ્યાણના સાધનભૂત છે, એમાં કેઈથી પણ “હા ના કરી શકાય એમ નથી, પરંતુ એ ધર્મકિયાઓ કરનારા મહોટે ભાગે, એ ક્રિયાઓ એવી રીતે કરે છે કે–જાણે એ ક્રિયાની કંઈ કિસ્મત જ નથી. સામાયિક, પ્રતિક્રમણ, પિષધ, પૂજા, દાન-પુણ્ય, ઉત્સવ, મહોત્સવ, ઉઝમણાં, ઉપધાન, સંઘ, સ્વામિવાત્સલ્ય, ઇત્યાદિ ઇત્યાદિ જે કંઈ ક્રિયા કરવામાં આવે, એને સમજવાની અને એનાથી ઉસન્ન થતા ભવિષ્યના ફળને વિચાર કરવાની જરૂર નથી શું ? જે કે-આ બે બાબતેને કેટલેક સ્થળે અભાવ દેખી કેટલાક લેકે કિયાઓથી સર્વથા વિમુખ થાય છે, એ ખરેખર ભૂલ ભરેલું છે. હા, એવી તમામ કિયાઓ શુદ્ધ, સમજપૂર્વક અને ભવિષ્યના ફળને વિચાર કરવાની પ્રેરણું અને હિમ્મતથી અવશ્ય કરવી જોઈએ. ટુંકમાં કહીએ તે ભગવાન મહાવીર દેવના શાસનમાં કઈ પણ વસ્તુ એકાતે કહેવામાં નથી આવી. અને એટલાજ માટે કહેવામાં આવ્યું છે કે, જે કંઈ કરો તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને કરે. અથવા સમયને ઓળખીને કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com