________________
સામાજિક પતન.
જેનસમાજનું સાંસારિક ગૃહજીવન તપાસવામાં આવે તે ત્યાં પણ પતનતા સિવાય બીજું શું દેખાય છે? જેનધર્મ પાળનારા જેનસમાજનું ગૃહજીવન, જે શુદ્ધ પાવન હવું જોઈએ, એ કેટલા કુટુંબમાં દેખાય છે? શ્રી હેમચંદ્રાચાર્ય વર્ણવેલ ચામવિમવ: આદિ ૩૫ ગુણે, કે જે ગુણે, એક ધર્મને યેગ્ય ગણાવનાર ગૃહસ્થમાં આવશ્યક છે, એમાંના કેટલા ગુણે કેટલા ગૃહસ્થમાં દેખાય છે ? આ ઉપરાંત વિવાહાદિ સાંસારિક કાર્યોમાં વધી પડેલી સંકુચિતતાઓ, અને તેના કારણે ઉભા થયેલાં અનર્થો કોનાથી અજાણ્યા છે? સમાજ એક સમાજરૂપે ન રહેતાં ઓશવાળ, પોરવાળ, શ્રીમાલ, શ્રીશ્રીમાલ, પલ્લીવાલ, અગ્રવાલ, ખડેલવાલ અને એવા અનેક ફિરકાઓમાં વહેંચાઈ ગયેલ છે. તારીફ તે એ છે કેઆ બધાઓએ પોતપોતાના વાડા જુદા જુદા બનાવી વિવાહાદિ કાર્યોમાં પણ જુદાઈ કરી નાખેલી છે. આટલેથી નથી અટકયું. હું ઘણી વખત બતાવી ગયો છું તેમ એક એક ફિરકામાં પણ અનેકાનેક ઘેળો-ન્હાની ન્યાની વાડીઓ બની ગયેલી છે. આના પરિણામે સામાજિક પતનમાં દિવસે દિવસે વધારેજ થઈ રહ્યો છે. વળી બાળલગ્ન, વૃદ્ધવિવાહ, કન્યા વિક્રય અને વર વિકય વિગેરે રાક્ષસી રિવાજે એવા તે ઘર કરી ગયા છે કે-જેના કારણે સામાજિક પતનની પરિ સીમા આવી પહેચી છે, એમ કહેવું અતિશક્તિવાળું નહિ ગણાય.
--
-
૨૦૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat