________________
સમયને ઓળખો.
છે–વધે છે, તે તે ખટ્ટો ભ્રમ છે. એ ધનાઢ્ય ખરો ધનાઢ્ય નથી, પરંતુ સે કુટુંબને ભીખારી બનાવીને પોતાને ધનાઢ્ય મનાવનારે કૃત્રિમ લક્ષ્મીપુત્ર છે. આજની હિંદુસ્થાનની આર્થિક સ્થિતિને અભ્યાસ કરનારા હવે તે સ્પષ્ટ પણે પિકારી રહ્યા છે કે-હિંદુસ્થાનિયેના હાથમાં કઈ પણ વ્યાપાર રહ્યો નથી. અને જે વ્યાપાર અત્યારે દેખાય છે તે કેવળ સટ્ટો છે. આ સટ્ટામાં અમારાજ દેશના સો કુટુંબે ભીખારી બને છે, ત્યારે એક ગૃહસ્થ લક્ષાધિપતિ બને છે. આવી સ્થિતિમાં જૈન સમાજમાં ધનાલ્યો વધવાની કલ્પના પણ કરી શકાય તેમ નથી. જેનસમાજનું આંતરજીવન તપાસવું હોય તેણે ગામડાઓમાં ફરવું જોઈએ. હજારો કુટુંબે શી રીતે પોતાને જીવનનિર્વાહ કરી રહ્યાં છે, એ જોવું જોઈએ. મતલબ કે જેનસમાજનું આર્થિક સ્થિતિમાં પણ પતન જ થઈ રહ્યું છે. અરે, જે દેશના મનુષ્યની, મનુષ્ય દીઠ માસિક આવક સવા બે રૂપિયાથી વધારે ન હોય, તે દેશના એક નાનામાં ન્હાના સમાજમાં ધનાલ્યોની વૃદ્ધિ માનવી, એના જેવી અજ્ઞાનતા બીજી કઈ હોઈ શકે.
આવી જ રીતે કેળવણીના વિષયમાં પણ કેટલું પતન થઈ રહ્યું છે, એતો પેલા મુંબઈવાળા નત્તમ બી. શાહ આપણને સત્તાવાર આંકડાઓથી પુરવાહ કરી આપતા રહ્યા છે. તેમાં ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક કેળવણુમાં જ
જ્યાં મહેટું ગાબડું પહેલું હોય ત્યાં ઉંચી કેળવણુ તરફ તે આપણે દષ્ટિપાત મેં કયાંથી કરી શકીએ.
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com