________________
સમયને ઓળખે. વિદ્વાને છે, કે જેઓ ધારે તે સેંકડો નવયુવકને વિદ્વાન બનાવી શકે. મનુષ્ય સ્વભાવજ એવી વસ્તુ છે કે તે ભિન્ન ભિન્ન રૂચિ અને શક્તિનો વિકાસ કરવાને અવકાશ જે
ગ્ય મુનિરાજોને આપવામાં આવે તો તેઓ દ્વારા સમાજને ખરેખર ઉદ્ધાર થઈ શકે. આથી સમાજનું ઘણું દ્રવ્ય બચી શકે. યુવક અને બાળકમાં સુંદર સંસ્કાર પડે, આસ્તિકતા મજબૂત થાય, અને બીજા પંડિતો દ્વારા જે જ્ઞાન મળે, એના કરતાં કંઈ ગુણ વધારે સારું જ્ઞાન ગુરૂગમથી તે યુવકે મેળવી શકે.
મને જણાવતાં હર્ષ થાય છે કે ભાઈ દુર્લભજી ઝવેરી ઉપર્યુક્ત ભાવનાને તાત્કાલિક અમલ કર્યાના અને તેમાં કેટલેક અંશે સફળતા મેળવ્યાના શુભ સમાચાર મને આપે છે. તેઓ પોતાની કેલેજના વિદ્યાથીઓને ઉચ્ચ કેટીના વિદ્વાન બનાવવા ચાહે છે. અને જેવી રીતે કે હું ચાહું છું–આગમાદિનું ઉંચું જ્ઞાન મુનિરાજે દ્વારા આપવામાં આવે તે તે વધારે લાભદાયક થઈ પડે, એ લક્ષ્ય મનમાં રાખી ઠેઠ કચ્છ સુધી તેમણે મુસાફરી કરી. અને સ્થાનક્વાસી સંમ્પ્રદાયના પ્રસિદ્ધ વિદ્વાન મુનિરાજશ્રી રત્નચંદ્રજી સાથે એવી ગોઠવણ કરી છે કે તેઓ તેમની કોલેજના વિદ્યાથીએને ન્યાય અને આગને અભ્યાસ આવતા ચાતુર્માસમાં કરાવશે.
Aવેતામ્બર મૂર્તિપૂજક સમ્પ્રદાયના મુનિરાજોએ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com