________________
સમયને ઓળખો.
પોતાની શક્તિથી જેઓ રળી શકતા નથી, પિતાનું અને કુટુંબનું પોષણ કરી શકતા નથી, એને અન્નાદિ આપી એનાં દુઃખ દૂર કરવાં. પોતાની શક્તિથી જેઓ જ્ઞાન લાભ પ્રાપ્ત કરી શકતા નથી, એમને પુસ્તક ફી અને એવાં જોઈતાં સાધનો પૂરા પાડી એને શિક્ષામાં આગળ વધારવા દેવપૂજા, ગુરૂભક્તિ, આવશ્યક કિયા અને એવાં ધર્મનાં કાર્યો કરવામાં જેઓ પોતાના પગ ઉપર ઉભા રહી શકતા નથી તેમને તેવાં સાધનો પ્રાપ્ત કરી આપવાં. પ્યાસાને પાણી અને ભુખ્યાને અન્ન, ગરમીમાં શેકાનારને શીતલતા અને ઠંડીમાં ઠરી જનારને કપડાનાં સાધનો આજ દાનનું ખરું રહસ્ય છે. આ રહસ્યને સમજીને અત્યારે આપણામાં કેટલું દાન થાય છે, એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
આજકાલ જેન સમાજમાં એાછું દાન નથી થતું. ધર્મ કે પરોપકારના નિમિત્તે પ્રતિવર્ષ લા–બબ્બે કરોડ રૂપિયા જુદાં જુદાં કાર્યોમાં ખરચાય છે. આ બધાનું પરિણામ શું આવે છે? એને જે કોઈ બારીકાઈથી વિચાર કરે તે તે ખરેખર ભારે ખેદ થયા વિના ન રહે.
આપણે સૌથી પહેલાં એજ વિચારીએ કે અત્યારે જેને સમાજને વધુ પૈસે શામાં ખરચાય છે?
અત્યારના દાનનાં ક્ષેત્રે જેને માટે આ છે – નવાં મંદિર, અને પ્રતિષ્ઠાઓ, ઉઝમણ ને ઉપધાને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com