________________
સમયને ઓળખે.
ડુબંડુમ્બા? આપણું આ દાનપ્રણાલી ક્યાં સુધી વ્યાજબી છે, એને કઈ વિચાર કરે છે? માધુકરી કિંવા ગોચરી કરનારા એવા કેટલાયે મુનિરાજે કેવળ ત્રણ માણસના રસેડેથી તરપણુઓ ભરીને દૂધ અને પાતરાં ભરીને આહાર ઉપાડે, એ અને કેવળ ત્રણ કે ચાર માણસના રડે સાધુ સાધ્વીનું જ લક્ષ્ય રાખીને મણ મણ કે દેઢ દોઢ મણની રોટલી બને એ ડુબંડુમ્બા નહિ તો બીજુ શું છે? ખુબી તે એ છે કે પાછા એજ રસોડાં ખેલી સાધુ સાધ્વીનાં પાતરાં ભરનારા દાનવીરે (!) મુંબઈના બજારમાં બેસીને પોતાની દાનવીરતાનાં બણગાં પણ ફેંકે અને પેલા સાધુ-સાધ્વીચોને હલકા પાડે.
આવી રીતે કપડાં કાંબળીયે વ્હોરાવવાના સંબંધમાં પણ વિવેક રાખવાની જરૂર છે. શા માટે સો સો-દોઢસો દેઢાની કાંબળે બહેરાવવી? શા માટે ઢાકાની મલમલો શોધવા માટે બજારે બજાર ભટકવું? ભક્તિના આવેશમાં કરવું, ને પછી નિર્દવા, એ પણ આશ્ચર્યજને !
અતએ કહેવાની મતલબ એટલી જ છે કે આપણું દાનપ્રણાલીમાં સુધારાની ઘણી જ જરૂર છે. આજે જે દાન થઈ રહ્યું છે, એને સામાજીક દષ્ટિએ જોઈએ તો વિશેષ લાભ કંઈજ નથી થતું. અને એટલાજ માટે હું તે વારંવાર કહેતો આવ્યું છું કે જે કંઈ કામ કરે તે દ્રવ્ય ક્ષેત્ર,કાળ, ભાવ જોઈને કરે અથવા ટૂંકમાં કહીયે તે સમયને ઓળખીને કરે
૧૯૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com