________________
સમયને ઓળખો. જેવા તહેવારમાં લાવીને સ્વામે મૂકવામાં આવે એટલે દ્રવ્યને વરસાદ વરસાવ શરૂ કરવો, એ તે કઈ દાનપ્રણાલી છે ? નથી જોવાતું તેનું કાર્ય કે નથી જેવાતે
એ દ્રવ્યને ઉપયોગ. આમને આમ કેટલાયે ધુતારાઓએ પિતાની દુકાને જમાવી લીધાનાં પાળાં ધીરે ધીરે બહાર પડી રહ્યાં છે. બેશક, મુંબઈની જીવદયા મંડળી જેવી પ્રતિષ્ઠિત સંસ્થા, કે જે પદ્ધતિસર અને લાભાલાભને વિચાર કરીને જુદી જુદી જનાઓ દ્વારા જીવદયાનું કાર્ય કરે છે, એવી રીતે જે કઈ સંસ્થા કાર્ય કરતી હોય, એને ઉત્તેજન આપવામાં કંઈ પણ અડચણ નથી. પરંતુ એમાં પણ એક વિચાર અવશ્ય રાખવાને છે અને તે એ કે ભરતામાં ન ભરવું જોઈએ. આવશ્યકતાને અને લાભનો વિચાર અવશ્ય કરવો જોઈએ. એક સંસ્થા પાસે લાખ રૂપિયા હોય, અને સારી રીતે ખર્ચ ચાલતું હોય છતાં દ્રવ્ય વધારવાના મેહથી ભીખ માગ્યાજ કરે. અને લોકો ભરતામાં ભર્યા જ કરે. જ્યારે બીજી એક સંસ્થા, કે જેને ખર્ચને પહોંચી વળવાને માટે જોઈતું ફંડ ન હોય, અને કાર્ય સારું થઈ રહ્યું હોય, તેના તરફ જૂઓ પણ નહિં, પરંતુ એમ ન કરતાં એની આવશ્યકતાની પૂર્તિ પહેલાં કરવી, એ જરૂરનું છે. આપણું શિક્ષણ સંસ્થાઓમાં મોટે ભાગે આવી પરિસ્થિતિ દેખાય છે. જ્યાં કાફી દ્રવ્ય છે, ત્યાં દ્રવ્ય વધાર્યા જવાય છે અને તેના પ્રમાણમાં કાર્ય કરી શકાતું નથી. અને જ્યાં કાર્ય કરવાની ધગશ છે, કાર્ય કરનારાઓનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com