________________
-
-
દાનપ્રણાલી. આજે સમાજની જે કંગાલીયત હાલત અંદરખાનેથી થઈ રહી છે, એ અમારા દાનવીએ આંખ ખોલીને જોવાની જરૂર છે. જેની એ આંતરિક હાલત સુધારવા માટે સૌથી પહેલાં પ્રયત્ન કરવાની જરૂર છે. જયાં સુધી તે તરફ પુરતું લક્ષ્ય નથી અપાતું, ત્યાં સુધી આપણા સંઘ ને ઉત્સ, ઉજમણને ઉપધાને, સામૈયા ને સાબેલાઓ, બધુ જગતની દષ્ટિએ હાસ્યાસ્પદ જેવું છે. આપણે એ ઉપરી આડંબર અત્યાર સુધી નભી રહ્યો, પણ હવે અંદરની સ્થિતિ બહાર આવી રહી છે, એટલે વધારે વાર ટકે તેમ નથી. માટે દાન કરનારાઓએ, બે રૂપિયા પણ ખરચતી વખતે ઉપયોગિતાને વિચાર કરીને ખરચવા, એટલું જ કહેવું કાફી છે.
૧૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat