________________
દાન પ્રણાલી. સ ઘા ને સ્વામિવાત્સલ્ય, વરઘોડા ને અઠાઈ મહેત્સ, આ ઉપરાન્ત જીણોદ્ધાર, પુસ્તક પ્રકાશન, શિક્ષા પ્રચાર, પાંજરાપળ વિગેરે.
આ બધાં કાર્યોમાં જેનેનું જે દ્રવ્ય પ્રતિવર્ષ ખરચાય છે, એ આખા દેશને અજાયબીમાં નાખે છે. પરંતુ વસ્તુત: હવે જમાને એ આવ્યો છે કે-જેનેના આ પરિણામશૂન્ય દ્રવ્યવ્યય અથવા દાન પ્રણાલીના કાર્યથી જેનો ઉલટા હાંસીને પાત્ર બની રહ્યા છે. મૂર્ખમાં મૂખે ખેતીકર પણ ખેતરમાં અનાજ વાવવા અગાઉ ક્ષેત્રને, સમયને વિચાર કરે છે. જ્યારે લાખો રૂપિયાનું દાન કરનાર જેને પિતાની દાનધારા વહેતી મૂકવામાં એટલો પણ વિચાર ન કરે કે– આ વાવવાનું ફળ શું છે? તે પછી એને માટે સભ્ય જગત હાંસી કરે, તે તેમાં આશ્ચર્ય જેવું શું છે ?
હિંદુઓ, પોતાના માનેલા તે સાધુઓ, કે જેઓ લાખો કે કરેડાની મિલકત ધરાવે છે, સોના ચાંદીની પાલખીઓમાં બિરાજે છે, અને મહેલાતેમાં વાસ કરે છે, તેઓને દાન દેતાં જેમ હાંસીને પાત્ર થાય છે, તેમ આપણે, એવું ક્ષેત્ર કે જે ક્ષેત્રમાં લાખે કે કરેડાની મિલકતે હયાતિ ધરાવે છે, અને જે ક્ષેત્રમાં નાખેલું દ્રવ્ય, બીજા કેઈ કામમાં વાપરવા દેવાને માટે આપણે સખ્ત ગુમાનીયત કરીએ છીએ, એજ ક્ષેત્રમાં વધારેજ કરે જો, એને કો ડાહ્યો માણસ ઉપયેગી દાન કહી શકે? જે વખતે સમાજનું અંગે અંગે સડી
૧૯૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com