________________
સમયને ઓળખે. રહ્યું હોય, જે વખતે પિતાના બંધુઓના પેટમાં વેંત વેંતને ખાડે પડ્યો હોય, જે વખતે હજારે યુવકે છતી બુદ્ધિએ આર્થિક સહાયતાના અભાવે અશિક્ષિત રહી જતા હોય, અને એના કારણે પિતાને ધર્મ સમાજ કે જાતિને ત્યાગ કરી બીજાઓ સાથે ભળી રહ્યા હોય, તેજ વખતે આપણે એક પક્ષીય ધર્મમાં માની ભરતામાં ભરવાનાં આંધળીમાં કરીએ, એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? આજે જેમાં જેટલું દાન થઈ રહ્યું છે, એ બધુએ મહેટે ભાગે આવુંજ-વિવેક વિનાનું થઈ રહ્યું છે. દાખલા તરીકે –
જેને પૈસાદારે એ સારી પેઠે સમજતા હોવા જોઈએ કે અત્યારે મંદિરે એટલા બધાં છે કે–જેની રક્ષા કરવી–સંભાળ રાખવી પણ ભારે થઈ પડી છે. છતાં નવાં મંદિરે ઉભા કરવાને લેકે તૈયાર થાય છે. હા, કોઈ એવા ગામમાં કે જયાં જેનેની ખાસ્સી વસ્તી હોય, અને મંદિરનું સાધન ન હોય, એવાં સ્થાનમાં સાધનભૂત એકાદ મંદિર બનાવે તો તે કઈ અપેક્ષાએ ચગ્ય ગણાય. આવી જ રીતે મૂર્તિ બીરાજમાન કરવાને મેહ પણ એજ છે. આવશ્યક્તાને વિચાર કર્યા વિના કેવળ પોતાનું અને બાપદાદાનું નામ મૂર્તિની પલાંઠી ઉપર ખેદાશે એ ઈચ્છાથી જરૂરત હોય કે ન હોય, મુર્તિ સ્થાપન કરાવ્યા જવું, અને પછી એ મુર્તિને પ્રક્ષાલ સરખો પણ સારી રીતે ન થતું હોય, એના તરફ બેદરકાર રહેવું, એ કેવા પ્રકારને ધર્મ અથવા દાન પ્રણાલી, એ કેઈ બતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com