________________
સમયને ઓળખો.
આ ખોટ પૂરી પાડવા માટે આપણે બ્રાહ્મણ પંડિતને આશરે લેતા આવ્યા છીએ અને લેતા રહ્યા છીએ, પરન્તુ વધારે વિકટ પ્રશ્ન તે એ ઉભું થાય છે કે ન્યાયવ્યાકરણના ગ્રંથો ઉપરાન્ત જેનતત્ત્વજ્ઞાન કે જેન આગમના અભ્યાસને માટે શું કરવું? કારણ કે જેને તત્વજ્ઞાન અને જેનઆગમનો અભ્યાસ–ઉડે અભ્યાસ આજના જૈન યુવકોને કરાવવો એ અત્યારે ઘણું જરૂરનું છે. આ સંબંધમાં થોડા વખત ઉપર જયપુરવાળા શ્રીયુત દુર્લભજીભાઈ ઝવેરીએ પોતાની સ્થા જેન ટ્રેનીંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય અને આગને અભ્યાસ કરાવી શકે એવા બે વિદ્વાનોની માગણી કરનારે મારા ઉપર એક પત્ર લખેલે, તે પત્રને જે જવાબ મેં આપે હતો તે “ધર્મધ્વજ'ના વાચકોને ઉપયોગી થઈ પડશે, એમ ધારી હું અહિં આપું છું.
સુશ્રાવક ભાઈ દુર્લભજીભાઈ ! ધર્મલાભ. તમારો પત્ર મળે. તમે લખો છો, તેવા પંડિતે આપણે ત્યાં સમાજમાં બહુજ ઓછા છે. કેનાં નામ લખું ? જે છે તેઓ જુદાં જુદાં સ્થાનમાં ગોઠવાઈ ગયેલ છે,
હું તે એજ મતને છું કે હવે આવાં આગ આદિનું અધ્યયન કાર્ય આપણું મુનિરાજેએ ઉપાડી લેવાની જરૂર છે. ઉદાર વિચારના વિદ્વાન મુનિરાજે આ કામ વધારે સારું કરી શકે. એક સ્થાને ચોક્કસ સમય રહેવાને અપવાદ ઉઠાવવું પડે તે ભલે ઉઠાવે, સંસ્થાઓની બાહ્ય
૧૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com