________________
વિદ્વાનની ખોટ. યુવકેમાં જે જેનત્વનું અભિમાન, જેને સંસ્કાર અને ધાર્મિકતા રાખવાં હોય તે તેઓને આપણી સંસ્થાઓમાં સ્વતંત્ર પાઠ્યકમ દાખલ કરી સ્વતંત્ર અભ્યાસ કરાવેજ છૂટકે છે. અને તેનું જ એ કારણ છે કે અત્યારે નવી ઉત્પન્ન થતી ઘણું ખરી સંસ્થાઓ ગુરૂકુળ વિગેરેમાં સ્વતંત્ર પાચકમેજ દાખલ થાય છે અને કેટલીક જુની સંસ્થાઓ વાળા પણ આ તરફ પોતાનું લક્ષ્ય લઈ જઈ રહ્યા છે.
પરન્તુ આ બધી સંસ્થાઓમાં પહોંચી વળે, એટલા અધ્યાપકો આખી યે સમાજમાં ક્યાં છે? એ એક ગંભીર પ્રશ્ન છે. આ સંસ્થાઓ, જેવા અધ્યાપકોની માગણી કરે છે, એવા અધ્યાપકો-વિદ્વાનો બનારસ પાઠશાળાએ ઉત્પન્ન કર્યાં હતા. પરંતુ તેઓ બધા એક અથવા બીજી લાઈનમાં કામ કરી રહ્યા છે. તે પછી હાલ તુર્તમાં આવા ધુરંધર વિદ્વાને ઉત્પન્ન કરવાનું કાર્ય “શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ” કરી રહ્યું છે. પરંતુ આ સંસ્થાનું કાર્ય છેલ્લાં ચાર વર્ષથી રસ્તે ચહ્યું છે. આટલી ટૂંકી મુદતમાં પણ આ સંસ્થાએ કેટલાક વિદ્વાને ઉત્પન્ન કર્યા છે, પરંતુ તેઓ હજુ સંસ્થામાં રહીને પોતાનો અભ્યાસ આગળ વધારી રહ્યા છે, અને તેની સાથે સાથે સંસ્થામાં જ તેને માટે ઘણે અવકાશ છે. એટલે અત્યારની લગભગ બધી યે સંસ્થાઓ આવા ધુરંધર વિદ્વાનેની શોધમાં છે, એમ કહેવું અતિશયોક્તિ ભરેલું નહિ કહેવાય. આવી સ્થિતિમાં શું કરવું એ એક વિચારણીય પ્રશ્ન છે.
૧૮૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat