________________
સમયને ઓળખે.
સુધીમાં જે કાંઈ કર્યું છે, તે સમુદ્રની અપેક્ષાએ એક બિંદુ સમાન પણ નથી. ભગવાન મહાવીર, એ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના, કીડીથી લઈને ચક્રવર્તિ કે ઈન્દ્ર સુધીના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધમી કે ઘરમાં ઘોર પાપી, વ્હાલામાં હાલે મિત્ર કે કઠોરમાં કઠોર દુમિન, ફૂલની માળા પહેરાવનાર પૂજક, કે ખ લઈ મારવા ધાનાર હત્યારે-દરેકના ઉપર એક સરખા સમભાવ રાખનાર, સૌનું ચે કલ્યાણ ચાહનાર, સૌને કલ્યાણને માર્ગ બતાવનાર દયાની મૂર્તિ. ભગવાન મહાવીરના સિદ્ધાન્તો, એટલે રાગ-દ્વેષની હેળીને શાન્ત કરનાર શીતળ જળ. ભગવાન મહાવીરને સિદ્ધાન્ત, એટલે જેમાં કેઈના પણ ઉપર આક્ષેપ-વિક્ષેપ વિના માત્ર વસ્તુધર્મનું પ્રતિપાદન કરનાર નિર્દોષ સંદેશ.
આવા પરમ ઉપકારી મહાવીર પ્રભુની જયન્તી, માત્ર એક દિવસ સભા ભરી ભાષણ કરવામાં પરિસમાપ્ત થાય? પૂજા ભણાવવા કે વરઘડે કાઢવા માત્રમાં એની સાર્થક્તા થાય? કદાપિ નહિં. ભગવાન મહાવીર જયન્તી તે ત્યારે જ ઉજવી કહેવાય, કે જ્યારે આપણે એ મહાવીરને સંદેશ પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘર, પ્રત્યેક મનુષ્યના કાન સુધી પહોંચાડીએ અને ભગવાન મહાવીરની જયન્તી તો ત્યારે જ ઉજવી કહેવાય કે, આપણે આપણામાંના રાગ-દ્વેષને દૂર કરીએ. ભગવાન મહાવીરની જયંતી તે ત્યારેજ ઉજવી કહેવાય કે આપણે આપણું મમત્વ–અહં પદના કારણે મહાવીરના ધર્મને કલંકિત કરી રહ્યા છીએ, એનાથી દૂર થઈએ. આપણે તીર્થોના
૧૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com