________________
વિદ્યાથી કે વિવાહાથી. જરા હોંશીયાર દેખાશે તે ઝટ એને કન્યા મળી જશે.” આ ભાવના બાળકોના માતાપિતાઓમાં પ્રારંભથી જ હોય છે. આ વાતની ખબર પ્રારંભમાં એ “વિદ્યાથી” ” ને કદાચ નથી હોતી, પરન્તુ ચેકકસ સમય પછી એની આસપાસ એવું વાતાવરણ ઉભું થાય છે. અને જ્યાં વાતાવરણ ફેલાય છે, એટલે એની “વિદ્યાથી” ” અવસ્થાના શુદ્ધ વાતાવરણમાં અશુદ્ધ વાતાવરણની ભેખડે ઉભી થવા લાગે છે. પરિણામ એ આવે છે કે કદાચિત્ ઘણુએ સુંદર ભાવના હોવા છતાં એ ઝેરીલું વાતાવરણ એના ઉપર જેર કર્યા સિવાય રહેતું નથી, તેથી તે “વિદ્યાથી મટી સ્વયં “વિવાહાથી ” બને છે, અને કાં તો એવા અશુદ્ધ વાતાવરણથી પોતાની નિર્મળ ભાવનાઓ અને ઉચ્ચ અભિલાષામાં ઉભી થતી આડખીલીઓ પરિણામે ચિત્તને ડામાડેલ બનાવી નાખે છે. આ બન્ને રીતે એ “વિદ્યાથી” “વિદ્યાથી” નથી રહેતો. એનાથી નથી પૂરૂ વિદ્યાધ્યયન થતું અને તે નથી કોઈ પણ પ્રકારની હિમ્મત કરી શકતો.
આ સ્થિતિ ન કેવળ સરકારી સ્કૂલના વિદ્યાથીઓની છે. સામાજિક સ્કૂલ અને બેડિંગની પણ વ્હોટે ભાગે આજ દશાઓ છે. બલ્ક સામાજિક બર્ડિગમાં ગુરૂકુલે, વિદ્યાથીભુવનો વિગેરેમાં તે ગૃહસ્થ પિતાના બાળકને “કેવળ પિતાનો છેક વિદ્યાથી નહિં, પણ “વિવાહાથી બને, એટલા માટે જ મહેટા ભાગે દાખલ કરતા હોય, એમ જોવાય છે.
૧૭૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat