________________
વિદ્યાથી કે વિવાહાથી. અને રીતરિવાજોને ઊંડે અભ્યાસ કરતાં આપણને સહજ જણાઈ આવે છે કે–આર્યાવર્તન કેઈપણ વિદ્યાથી ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉમર સુધી તે સાચો વિદ્યાથી જ રહેતો અને તે વિદ્યાથી “વિદ્યાથી” જ નહિં, પરંતુ ખરેખર
બ્રહ્મચર્યાથી” બનતો. આ અવસ્થામાં એની એક જ ભાવના પોષાતી કે “હું વિદ્યાથી છું, “હું બ્રહ્મચારી છું.” આ ભાવનામાં ભંગ ન થાય એટલા માટે એ વિદ્યાર્થીઓને એવા જ સગામાં રાખવામાં આવતા કે જ્યાં બીજી ભાવનાને પ્રવેશ કરવાને અવકાશ ન મળે. શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરવો, એજ એ વિદ્યાથીએનું અને એમના સંરક્ષક અથવા વિદ્યાગુરૂઓનું લક્ષ્ય રહેતું. વિદ્યાથીને ક્યારે પણ એ વિચાર ન ઉઠતો કે “મારૂં શું થશે?” કિંવા “મારે કઈ લાઇન લેવી જોઈએ? ” માત્ર શક્તિ-કઈ પણ પ્રકારની અસાધારણ વિદ્યા પ્રાપ્ત કરવી, શરીર ખૂબ મજબૂત બનાવવું, બુદ્ધિ તીવ્ર કરવી, વાચિક શક્તિ કેળવવી, એ, એ વખતના વિદ્યાથીનું મુખ્ય ધ્યેય રહેતું, અને તેજ કારણથી તેઓ બલવાન, તીવ્ર બુદ્ધિશાળી, પિતાના વિષયમાં અદ્વિતીય વિદ્વાન, તેજસ્વી અને પ્રતાપી નિવડતા અને એ પ્રમાણેની શક્તિ મેળવ્યા પછી ભાગ્ય અને પુરૂષાર્થના બળે જે કઈ લાઇન હાથમાં આવતી, તે લાઈન સ્વીકારી પોતાનું જીવન સુખમય બનાવવા સાથ પોતાના કુટુંબનું પણ પિષણ કરવાને સમર્થ થતા.
હવે આજના વિદ્યાથી ” ની પરિસ્થિતિ જુઓ.
૧૭૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat