________________
વિદ્યાર્થી કે વિવાહાથી.
રણના ઉંડાણમાંથી શાપ આપી રહ્યો છે. કહે છે “ એ હિતશત્રુએ ! તમે મારી જીંદગી ખરખાદ કરી નાખી. મને, મારામાં શક્તિ આવ્યા વિના પરણાવી, એક ઉંડા કુવામાં નાખી દીધા, ભવાન્તરમાં પણ આવા માતા-પિતા ન હાજો. હાય ! હાય ! દેશ, સમાજ અને ધર્મ સેવાનો મારી તે ભાવનાએ કયાં ગઇ? દેશ બંધુઓની સેવા કરવાના મારા કાડા કયાં ગયા ? મારી એ લેખન અને વકતૃત્વ શક્તિઓ કઇ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ? મારૂ જીવન આજે કેાડીનું જીવન નથી રહ્યું. હું એકેમાં ન રહ્યો. મારા જીવનની શી દશા થઇ ? મચાવેા, બચાવેા, એ પ્રભા ! કેવળ છેાકરાની વહુનુ મુખ જોવા માટે મારા જીવનની હાળી બનાવનાર આવા માતા પિતાએથી ખચાવે ! ”
અંતરના આવા ઉદ્ગારા તે વિદ્યાર્થી, નહિ નહિ વિવાહાથી કાઢે છે.
ખરી વાત એ છે કે માતા-પિતાએ પુત્ર પ્રત્યેનુ ખરૂ હિત શામાં છે, એ સમજવાની જરૂર છે. પેાતાના આળકને શિક્ષિત બનાવવા, શક્તિશાળી મનાવવા, પુરૂષાથી બનાવવેા, એ માતા–પિતાનુ કર્ત્તવ્ય છે. પેાતાના છેક, પોતાનું અને પોતાના કુટુંબનુ પાત્રણ સારી રીતે કરી શકે, એવી શક્તિ પ્રાપ્ત કરાવવા તરફ માતા પિતાઓએ ધ્યાન આપવુ જોઈએ.
અને તેવીજ રીતે આજના યુવકેાએ પણ પેાતાના પગ
૧૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com