________________
સમયને ઓળખે.
ઉપર ઉભા રહેવાની શક્તિ મેળવ્યા પહેલાં કોઈના પણ વિચારેને આધીન નહિં બનવાનું મનોબળ કેળવવું જોઈએ. આજે પુખ્ત ઉમરે પહોંચેલા યુવકે ઉંચી ઉંચી મનોભિલાષાઓ રાખે છે. દેશ સેવા, ધર્મ સેવા, સમાજ સેવાની ભાવનાઓ ધરાવે છે, છતાં પણ પોતાના માતા–પીતાઓ કે સંબધીઓના ઉચ્ચ અભિલાષાઓના ઘાતક વિચારેને આધીન થવામાં જરા પણ વિલંબ કરતા નથી. બેશક, પૂની આજ્ઞા માથે ચઢાવવી, પૂની પૂજા કરવી, એમનું બહુમાન કરવું, એ જરૂરનું છે–કર્તવ્ય છે; પરંતુ જે પૂજ્ય કેવળ પિતાના સ્વાર્થની ખાતરજ, પોતાના પુત્રની શક્તિને જરા પણ વિચાર કર્યા વિના એના જીવનને હાનિ પહોંચે એવાં કાર્યોમાં પ્રવૃત્તિ કરતા હોય, તે તેઓને વિનયપૂર્વક સમજાવવાનું, એમના વિચારને ફેરવવાનું મને બળ કેળવવું એ આજના યુવકને માટે અતિ જરૂરનું છે. નિદાન, કમમાં કમ બે કે ત્રણ માણસનું ગુજરાન ચલાવવાની શક્તિ ન પ્રાપ્ત થાય, ત્યાં સુધી યુવકે પોતાના જીવનને “વિવાહાથી” જીવન ન બનાવવાની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. શાસનદેવ, આજના માતા પિતાઓને સદ્દબુદ્ધિ સુજાડે અને તેઓ પિતાના છોકરાઓનું હિત સમજતા થાય, એ સાથે આજના બાળકો અને યુવકેમાં ધેર્યસાહસ અને મને બળ કેળવવાની શક્તિ પ્રાપ્ત કરાવે છે જેથી તેઓ પોતાનું હિત પિોતે જ વિચારી શકે, એટલી અંતિમ અભિલાષા સાથે વિરમું છું.
૧૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com