________________
સમયને ઓળખેા.
આજના વિદ્યાર્થીના મગજમાં, પ્રાથમિક શિક્ષણથીજ એક કીડા દોડ દાડા કરવા લાગે છે; “હું શા માટે ભણું છું? ભણીને હું કઈ લાઇન લઈશ ? ”
ચપિ કેટલાક ન્હાની ઉમરના બાળકેામાં કદાચિત્ આ ભાવના નથી હાતી, પરન્તુ જ્યાં તે જરાક મ્હોટી ઉમરના છેરાઓના સહાયેાગેામાં આવે છે, ત્યાં બીજાની વાતાના એના જીવન ઉપર પ્રભાવ પડે છે. અને ધીરે ધીરે તે પણ એવા વિચારે કરવા માંડે છે. ન કેવળ આ ભાવના આટલેથીજ અટકે છે. આ ભાવનામાં—આ વિચારમાં એક બીજી ઝેર પણ પ્રવેશ કરે છે, અને તે એ કે-લગ્ન સ’બધી વિચાર. મશ્કરી અને ઠઠ્ઠામાં વિદ્યાર્થીએ એક બીજાના લગ્નની છેડછાડા કરે છે. પરિણામે આ વિદ્યાર્થી પોતાની વિદ્યાથી અવસ્થાને ભૂલી ‘વિવાહાથી ' અવસ્થાના ઉમેદવાર બને છે. કેટલી સામાજિક પ્રેડિંગા અને સામાજિક સ્કૂલામાં ત્યાંનુ શુદ્ધ વાતાવરણ, શુદ્ધચર્યા અને એવાં કારણેાથી વિદ્યાર્થી એમાં પરસ્પર આવું વાતાવરણ નથી ઉભું થવા પામતુ, પરન્તુ બિચારા કમનસીમ એ બાળકેા અને યુવકના માતપિતાઓની પ્રેરણાએથી એવાં આદાલના એ બાળકા અને યુવકેાના આ વિદ્યાર્થીજીવનમાં ઉભાં થાય છે.
આ વિષયના ઉંડા અભ્યાસ કરવાથી તે એ સ્પષ્ટ જણાય છે કે ખાળકાના માતા પિતાઓનુ પ્રધાન લક્ષ્ય પ્રાર'ભથી જ એના વિવાહ માટેનું નિર્માણ થયેલુ હાય છે. “ કરી
૧૭૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com