________________
સમયને ઓળખે. માટે કરે. ધર્મના પ્રચારને માટે (સામ્પ્રદાયિક ધર્મ નહિં પરન્તુ મહાવીરના ઉદાર ધર્મના પ્રચારને માટે) યાહેમ કરીને બહાર આવે. તમારા ઉપરજ સમાજની નકાને આધાર છે અને વીસમી સદીના વેગથી પાર કરે?
પરન્તુ એક વાત જરા કહી લેવા દેજે.
તમને માલમ હશે કે સેવાનું કાર્ય જેવું વિકટ છે, એવું ભાગ્યે જ બીજુ કોઈ કાર્ય હશે. સેવાના ક્ષેત્રમાં ભયંકર કાંટાઓ છે. સેવાના ક્ષેત્રમાં માટી ઑાટી ખાઈઓ છે. સેવાના ક્ષેત્રમાં મીણના દાંતોથી લેઢાના ચણા ચાવવાના છે. ખુબ યાદ રાખજે, કઠિનાઈના પહાડે પાર કરવાના છે. તમને એવા એવા પ્રસંગે ઉપસ્થિત થશે જે વખતે તમે નિરાશ થઈને તમામ કાર્યોથી અલગ થઈ બેસવાની નેબત ઉપર આવી જશે. જેના કલ્યાણને માટે તમે તમારી આહુતિ આપતા હશે, તેઓ પોતે તમને તિરસ્કારશે. તમારી સેવાને ધુતકારશે. તમને દૂર થવાનું કહેશે; પરન્તુ વીરના પુત્રે ! કંઈ હરકત નહિ. જેણે કાર્ય કરવું છે, જેણે સમાજ ધર્મ અને દેશની સેવા કરીને પોતાના જીવનને સાર્થક બનાવવું છે, તેણે ન સ્તુતિની આશા રાખવી ને ન નિંદાની પરવા કરવી. નિંદા અને સ્તુતિ એ તો ભિન્ન ભિન્ન મનુષ્યની ભિન્નભિન્ન મિલકત છે. ભલા, પિતપોતાની મિલકતની તેઓ દુકાને ખોલે, તેમાં આપણે શા માટે હર્ષ શેક કરવો? જેની પાસે જે માલ હોય, તે તેજ ધરે. આપણે તો આપણું કામ કરતા રહેવું
૧૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com