________________
સંદેશ.
એક સમય હતો, જ્યારે સાધુઓમાં ઘણું જ શિથિલતા પ્રવેશ કરી ગઈ હતી. તે વખતે મહાપ્રતાપી આનંદવિમલસૂરિ બહાર આવ્યા, જેમણે ઘોર તપસ્યાઓ અને શુદ્ધ ચારિત્ર પાલન કરીને ચુપચાપ વિચરી જગને બતાવ્યું કે “સાધુધર્મ આ છે.” કહેવાની કંઈજ આવશ્યકતા નથી કે યદિ તેઓએ આચરણમાં ઉતાર્યા સિવાય કેવળ ઉપદેશ આપવામાંજ સાધુ સંસ્થાને ઉદ્ધાર માન્યો હતો તે તેમના આદર્શ જીવનથી જે સુધારે થયે, તે સુધારો એકલા ઉપદેશથી ન જ થાત.
ભાઈઓ, આપણુથી ભલે થોડું થાય પરંતુ કંઈને કંઈ કરી બતાવીને જ બીજાના ઉપર પ્રભાવ નાખવો જોઈએ. ઘરમાં બેસીને વાત કરીએ, કે સભાઓના પ્લેટફેમે ઉપર ચઢીને લેકચરે ઝાડીએ; એની અપેક્ષા આપણે આપણા કર્તવ્યથી–આચરણથીજ કંઈક કરી બતાવીએ, તો તે વિશેષ લાભકર્તા થઈ પડે છે.
બેશક, વિચારેને પ્રચાર કરવાને માટે સમયાનુસાર વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિ પણ ઉપગી અવશ્ય છે; પરન્તુ તે ત્યારે જ શોભે કે જ્યારે આપણે તે પ્રમાણેનું વર્તન શરૂ કર્યું હોય. આચરણ વિનાને ઉપદેશ શા કામનો છે?
મિત્ર, ઉઠે, ઉભા થઈ જાઓ. હવે પ્રમાદમાં પડી રહે વાનો સમય નથી. સમાજને માટે સ્વાર્થ ત્યાગી બનો. તમારી શક્તિને-વિચારોને ઉપયોગ સમાજ અને ધર્મને
૧૫૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat