________________
સંદેશ. આંસુ વહાવે છે, હૃદય છે તે રૂવે છે, અને બુદ્ધિ છે તે વિચારમાં પડેલ છે. ચિંતામાં ચૂર થઈ રહેલ છે. હું શું બતાવું? શું સમાજ અને દેશની પરિસ્થિતિ તમારાથી છાની છે ?
ભાઈઓ, જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના સમય પછીથી જેનસમાજની કમનસીબીનું ચક પ્રારંભ થયું છે. તે દિવસથી આજ સુધી પ્રતિ વર્ષ આઠ આઠ હજાર જેનોની સંખ્યા ઘટી રહી છે. તે મોટો અને હવાઈ ઝહાજેમાં ઉડવાવાળાઓને નહિ, પરંતુ તમારા ધર્મગુરૂઓને–જેના મુનિરાજેને પૂછે કે-જેનસમાજની આર્થિક સ્થિતિ કેવી છે? તે મુનિરાજોને નહિં, જેઓ હેટા શહેરમાં રહીને લક્ષાધિપતિ અને કેટ્યાધિશના ઘરમાં જ ગોચરી જતા હોય અને જેઓ પિતાના માનેલા થોડા ભક્તો પાસે ઉજમણું, ઉપધાન, અને સંઘ તથા એવી બીજી ધૂમધામે કરાવી પિતાની વાહ વાહ પોકરાવતા હોય. પરંતુ તે મુનિરાજોને પૂછજો કે–જેઓ ન્હાના હેટા બધાં ગામમાં વિચરે છે અને લુખી રેલીનો ટુકડે કે જે મળ્યું તે હારી ઉદરપૂર્તિ કરે છે. આજે સમાજના સેંકડે યુવકે આર્થિક કઠિનતાઓના કારણે શિક્ષામાં આગળ વધી શક્તા નથી. આજ હજારો અમારી વિધવા બહેનો પોતાના ચારિત્રની રક્ષા અને ઉદર નિર્વાહ કરી શકે, એવા સાધનોના અભાવથી અત્યાચારિયેના હાથે પડી પિતાને ધર્મ અને જીવન નષ્ટ કરી રહી છે. આજ હજારે નવયુવકે કોઈ પણ ધંધા રોજગારના અભાવે બેકાર બનીને નાના પ્રકારના અધર્મોનું
૧પ૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat