________________
સમયને ઓળખે. આચરણ કરી રહ્યા છે. આજે અનેક પેટા જાતિયે અમારી જાતીય સંકુચિતતાના કારણે જેનધર્મને છોડી છેડીને અન્યધર્મોમાં ભળી રહે છે. મિત્રે ! શું બતાવું? જેન સમાજના પ્રત્યેક અંગમાં સડે પેઠે છે. આ સડે નહિં દૂર કરવામાં આવે તે, મારે પૂર્ણ વિશ્વાસ છે કે જેને સમાજને મૃત્યુ ઘંટ બિલકુલ નજદીકજ સાંભળવામાં આવશે.
પરંતુ ભાઈઓ, આ સડે કાઢે કેણ? એને સુધારે કરે કેણ? એના માટે મારે તે સંપૂર્ણ વિશ્વાસ કેવળ તમારા ઉપરજ છે–સમાજના નવયુવક ઉપર છે. મારી તે આજે વર્ષોથી એ શ્રદ્ધા બેઠેલી છે કે–અમારી સમાજના નવયુવકે યદિ સમાજમાં આન્દોલન ઉભુ કરશે તે અવશ્ય દશ-પાંચ વર્ષોમાં આશાતીત પરિવર્તન જોઈ શકાશે. પરન્ત મને માફ કરવામાં આવે, હું આની સાથે સાથે એક ઓર વાત કહી લેવા ચાહું છું
અમારા નવયુવકેમાં પ્રાય: એક દોષ જોવામાં આવે છે. તે આ છે “બેલે છે બહુ અને કરે છે થોડું.” મારૂં નમ્ર મન્તવ્ય છે કે હવે ખાલી બેલવાનેજ સમય નથી રહ્યો. હવે તે કાર્ય કરવું જોઈએ છે. દાક્ષિણ્ય અને ભીરૂતા એને દૂર કરીને સમાજના ઉદ્ધારના જે જે ઉપાયે માલુમ પડતા હોય, તે તે ઉપાયને હાથમાં લેવા જોઈએ. અને તે ઉપાયને-તે વસ્તુઓને સાથી પહેલાં પોતાના આચરણમાં લાવીને પછી જગની સ્લામે રાખવા જોઈએ.
૧૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com