________________
સમયને ઓળખે.
વિંછી અને છેવટે માંકડ સુધી જીને પણ ઘણું ખરા લેકે મારવાને ઉઘુક્ત થાય છે.
પરતુ પ્રાણિઓના સ્વભાવ સબંધી બહુ બારિકાઈથી વિચાર કરનારાઓને માલૂમ હશે કે વાઘ અને સિંહ જેવા કુરમાં કુર પ્રાણિને પણ મનુષ્ય, એક ભયંકરમાં ભયંકર જાનવર તરીકે દેખાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મનુષ્ય જ, એક એવું ભયંકર પ્રાણું છે, કે સંસારના તમામ પ્રાણિઓ તેનાથી ભય પામે છે. મનુષ્ય જાતિ એક સાથે રહે છે એટલે એને પરસ્પરસ એક બીજાને ભય નથી લાગતી, પરન્તુ એ જંગલમાં, કંદરાઓમાં, દરેમાં અને પત્થરની શિલાઓની નીચે સુખથી લપાઈ રહેલાં જાનવરે જ્યારે મનુષ્યને જુએ છે, ત્યારે તેના જીવન ઉપર એક ભયંકર વાદળ ઘેરાઈ આવ્યું હોય એવું એને જણાય છે. એ વાતની ખબર મનુષ્યને ભાગ્યે જ રહે છે. અને જ્યાં સુધી એ ઝેરીલી કે હિંસક જાનવરે પણ આવા ભયથી વ્યાકુલ નથી થતાં ત્યાં સુધી તે મનુષ્ય જાતિ ઉપર હુમલો નથી જ કરતાં. એવાં હજારે મનુષ્ય આપણે જોઈએ છીએ કે જેઓ જંગલમાં રાત દિવસ વિચરે છે. એવા અનેક મનુષ્યનાં ઉદાહરણે આપી શકાય તેમ છે કે જેઓના શરીર ઉપર સાપ અને વિછી ફરી વળ્યા હશે પરંતુ તેઓને કંઇક પણ ઈજા નથી પહોંચાડી. ઘણું માણસે વીંછીને પિતાના શરીર ઉપર ફેરવે છે. બીજાઓ અજાયબીમાં ગરકાવ થાય છે, કહે છે
૧૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com