________________
જંગલી જાનવરોની હિંસા. નામ હિંસા છે. ઉપર્યુક્ત જીવોની હિંસામાં સ્વાર્થ સ્પષ્ટ છે. પોતાના સ્વાર્થની ખાતર નિર્દોષ પ્રાણિઓને મારવામાં પ્રમાદ પ્રત્યક્ષ છે. સ્વાર્થથી કષાય ઉત્પન્ન થાય છે. અને કષાય એ પાંચ પ્રમાદ પૈકીને એક પ્રમાદ છે. એટલે એ વ્યાખ્યાની દષ્ટિએ જોતાં પણ હિંસાજન્ય પાપ અવશ્ય લાગે છે.
બીજે વિચાર હકક સંબંધી કરવાનો છે. મનુષ્ય જાતિ એ એક ઉચ્ચ જાતિ છે. બીજા પ્રાણિઓ કરતાં મનુષ્ય જતિમાં કેટલીક બાબતોની વિશેષતા છે, અને એ વિશેષતાના કારણે તેથી હલકી કેટીનાં જાનવરેને મારવાને તેને હકક પ્રાપ્ત થાય છે એ માનવું જ એક પ્રકારની અઘટિત સ્વતંત્રતા અથવા જુલ્મ છે. એમ તે મનુષ્ય જાતિમાં પણ એક એકથી ચઢીઆતી શક્તિઓવાળા મનુષ્ય દેખાય છે, પરન્તુ એ અધિક શક્તિઓવાળા મનુષ્યો હિન શક્તિવાળા મનુષ્યોને મારી નાખવાના સિદ્ધાંત પ્રચલિત કરે તે જગમાં કેઈને જીવવાનું રહેતું જ નથી. મનુષ્ય જાતિનો પણ સંહાર જ થઈ જાય. માટે એ યુક્તિ બિલકુલ બિન પાયાદાર છે કે “અમારી પાસે વધુ શક્તિઓ છે, માટે અમે તેને નાશ કરીએ.” એ તે પિતાના સંહાર માટેનું નિમંત્રણ છે.
એક દલીલ એમ કરવામાં આવે છે કે “ તે જાનવરે અમારૂં નુકસાન કરે છે, માટે તેને મારવાનો અમારે હક્ક છે. ” આજ યુક્તિને આગળ કરી સિહ, વાઘ, સાપ,
૧૪૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat