________________
જંગલી જાનવરની હિંસા. એ અત્યારે સુખ રહ્યું જ નથી. શિકારે કરીને જાનવનું અસ્તિત્વ ઓછું કરી ખૂબ અનાજ ઉત્પન્ન કરવાની ભાવના રાખવાવાળા, એથી ઉલટું જ અનુભવી રહ્યા છે.
આથી જરા આગળ વધીએ. મનુષ્ય જાતિમાં એક એવો વર્ગ છે કે-જેઓ એમ માને છે કે-વાઘ, ચિત્તા, સાપ, વિંછી વિગેરે જાનવર કે જેઓ મનુષ્યજાતિને ફાડી ખાય છે, મનુષ્યને ડંખ મારીને વેદના ઉત્પન્ન કરે છે, બલકે પ્રાણુ પણ લઈ લે છે, એવાં જાનવરોને તે જરૂર મારવાં જોઈએ. અને તેમ કરીને તેનું અસ્તિત્વ ઘટાડી દેવું જોઈએ.
આવું માનનારે વર્ગ ઘણો મટે છે; બકે જેઓ માંસાહાર નથી કરતા, શિકાર નથી કરતા, અને જીવદયાના હિમાયતી કહેવરાવે છે તેમાં પણ છે. ઘણા ક્ષત્રિય, બ્રાહ્મણે, અને વૈશ્ય પણ-કે જેઓ શિકારાદિમાં નથી માનનારા, અને પિતાને પરમ ઈશ્વરભક્ત કહેવરાવે છે, તેઓ પણ ઉપરની વાતમાં માને છે. અને કદાચિત્ એવા હિંસક પ્રાણીને પિતે નથી મારતા, તે પણ બીજાની પાસે કરાવવામાં, કિંવા કોઈએ માર્યો હોય તે તેની અનુમોદનામાં અધર્મ પાપ તો નથી જ માનતા. કારણ કે–તે જાનવરનું અસ્તિત્વ એ મનુષ્યજાતિને માટે ભયંકર માને છે. તે જાનવરને, તેઓ મનુષ્યજાતિના ગુન્હેગાર સમજે છે. અને ગુન્હાની શિક્ષા આપવી, એ કર્તવ્ય સમજે છે.
૧૪૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat